VB-G-RAM-G યોજના હેઠળ ખેડૂત શ્રમિક સંવાદ યોજાયો

જગતના તાતની પ્રગતિ માટે હર હંમેશ કટિબદ્ધ રાજ્ય સરકાર – રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગા

અંજાર એપીએમસી ખાતે ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાની પ્રેરક ઉપસ્થિતિમાં વિકસિત ભારત- ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામિણ) (VB-G-RAM-G) યોજના અંતર્ગત ખેડૂત શ્રમિક સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં મનરેગાના નામથી શરૂ થયેલી VB-G-RAM-G યોજના વિશે વાત કરતાં રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, શ્રમિકોને મહત્તમ દિવસોની રોજગારી તથા ખેડૂતોને ખેતીની સીઝનમાં સહજ રીતે શ્રમિકો મળી રહેશે. જીરામજી યોજના વડાપ્રધાનશ્રી અને રાજ્ય સરકારે ખેડૂતો, શ્રમિકો, પશુપાલકોની ચિંતા સેવીને રોજગારીની સાથે ગામડાના વિકાસ માટે લેવાયેલું ક્રાંતિકારી પગલું છે તેવું રાજ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, જગતના તાતની પ્રગતિ માટે રાજ્ય સરકાર હર હંમેશ કટિબદ્ધ છે. વિકસિત ભારતનું સ્વપ્નને પૂર્ણ કરવા સતત પ્રયત્નશીલ મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં અનેકવીધ પારદર્શી યોજનાઓ આપી છે જેની નોંધ લઈને રાજ્યમંત્રીશ્રીએ કિસાનોના કલ્યાણ અને રાષ્ટ્રના વિકાસની અભવ્યર્થના કરી હતી.

આ કાર્યક્રમમાં કચ્છી પરંપરા અનુસાર રાજ્યમંત્રીશ્રીનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન મહામંત્રીશ્રી કાનજીભાઈ આહિર દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ઉપપ્રમુખશ્રી મશરૂભાઇ રબારી, સરહદ ડેરીના ચેરમેનશ્રી વલમજીભાઇ હુંબલ, અંજાર નગરપાલિકા પ્રમુખશ્રી વૈભવભાઈ કોડરાણી, દેવજીભાઇ વરચંદ, શ્રી હિતેનભાઈ વ્યાસ, શ્રી બી. એન. આહીર, બાબુભાઈ હુંબલ, હિતેશભાઈ ખંડોલ, ભીમજીભાઈ જોધાણી, મુળુભાઈ આહિર, સુરેશભાઈ ટાંક, કંચનબેન વાધેલા સહિત આગેવાનશ્રીઓ તથા એપીએમસીના ચેરમેન, કિસનસંઘના હોદેદારો, વિવિધ ગામના સરપંચશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતાં.

The Gujarat Live News અહેવાલ ધનજીભાઈ ચાવડા ભચાઉ કચ્છ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!