તેમજ ધો-૧૦-૧૨ની વિદ્યાર્થિનીઓને વિદાય અપાઈ


શુક્રવારે ચાણસ્મા ખાતે કે એ ગર્લ્સ હાઈસ્કુલમાં સેવક તરીકે ફરજ બજાવતા સુરેશકુમાર કાળાજી બરંડાની નાતંદુસ્ત તબિયતના કારણે સ્વૈરિછક નિવૃત્તિ તેમાં શાળા પરીવાર દ્વારા સેવક સુરેશભાઈ ના વિદાય સમારંભ યોજાયો હતો તદ્ઉપરાંધ ધો-૧૦-૧૨ ની વિદ્યાથી ની ઓ પૈકી ધો-૧૦ની વિદ્યાર્થીનીઓ હાઇસ્કૂલમાં હાયર સેકેન્ડરી વિભાગમાં જવાની હોવાથી અને ધો-૧૨ની વિદ્યાર્થીનીઓ ધો-૧૨ પછી અભ્યાસક્રમમાં જવાની હોવાળી શાળા પરિવાર દ્વારા ધો-૧૦-૧૨ની વિદ્યાર્થીનીઓને ઉષ્માભરી વિદાય સમારોહ યોજાયો હતો સાથે ધો-૮-૯-૧૦-૧૧-૧૨ માં અભ્યાસ કરતી વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી શાળાનું નામ રોશન કરનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીનીઓને સન્માનિત કરાઇ હતી આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ વિદાય માન. થઈ રહેલ સેવક સુરેશભાઈ નું શેષ જીવન તંદુરસ્ત નિરોગી રહી પરીવાર સાથે વિતાવે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ ધો-૧૦-૧૨ વિદાય લઈ રહેલી વિદ્યાર્થીઓને શૈક્ષણિક ક્ષેત્રે સફળતાના શિખરો સર કરી શાળાનું નામ રોશન કરે તેવી શુભકામના આપી હતી આ પ્રસંગે કેળવણી મંડળના પ્રમુખ પૂર્વાચાર્ય શોભનાબેન પટેલ સહિત શિક્ષકો વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે સ્કુલના શિક્ષિકા મનિષાબેન પટેલે કાર્યક્રમનું સુંદર સંકલન કરી. કાર્યક્રમને સફળ બનાવ્યો હતો
The Gujarat Live News
