ખેડૂતો ઇસ્ટ દેવ ‘બલરામ સેવાધામના ‘ નવનિર્માણ માટે ભૂમિપૂજન.

રાજકોટ, રામવાડીથી નજીક તેમજ વડાલી ચોકડીથી પણ નજીક થોરાળાની સીમમાં રાજકોટ તેમજ ગુજરાતતા જાણીતા રેવન્યું માર્ગદર્શક શ્રી રમણીકભાઈ કોટડીયાની વાડી આવેલ છે.અને તે વાડીમાં છેલ્લા વર્ષથી જગતના તાત એવા ખેડૂતો માટે ખરા ભાવથી તાલીમ કેમ્પ યોજી રહ્યા છે.તેમનો વિચાર એવો છે કે ખેડૂતો ખરેખર રેવન્યું કાયદામાં ખુબજ જ્ઞાન ઓછું ધરાવે છે.અને જમીન ખુબજ કિંમતી થતી જાય છે. માટે આપણા ખેતીપ્રધાન દેશમાં ખેડૂતો આંતરિક વિવાદમાં જ રહે તો તકલીફો ઉભી થાય. માટે ખેડૂતોના ખરા રાહબર અને રેવન્યું ગુરૂ બન પ્રામાણિક, નીતિ અને રીતિના પાઠ શીખવાડતા કહે છે ‘આપણું નથી તે કયારેય આપણું નથી’ માટે ભવિષ્યમાં ખેડૂતોના રેકર્ડ ચોખ્ખા થાય અને ભાઈઓ ભાઈઓ વચ્ચે તેમજ શેઢા પડોશી સાથે કજીયા ઓછા થાય અને ખેડૂત પોતે પોતાનો વકીલ અથવા કાયદાથી જાગૃત થાય તેવા ભાવથી તાલીમ કેમ્પ યોજી રહ્યા છે. ૧૨ તાલીમ કેમ્પની ભવ્ય સફળતા બાદ ૧૩માં તાલીમ કેમ્પમાં ખેડૂતોના ઇસ્ટદેવ અને ભગવાન કૃષ્ણના મોટાભાઈ એવા હળધારી બલરામ ભગવાન કૃપાથી સારો વિચાર આવ્યો.અને ખેડૂતોના માટે કાયમી સેવા કેન્દ્ર બની રહે તે માટે ૧૩ મં તાલીમ કેમ્પમાં બલરામ સેવાધામનામાં મોટું સેવાકેન્દ્ર બને તે માટે આશરે મોટી સંખ્યામાં ખેડૂતો, બહેનો, માતાઓ, બાલિકાઓ, બાળકો, યુવાનો, વડીલો અને ખેતી પ્રેમી તજજ્ઞોની સાક્ષીએ ગણપતિ પૂજન, શક્તિ પૂજન તેમજ ભગવાન બલરામનું પૂંજન વિધિવત ૧૧ દંપતિ બેસી બ્રાભણો દ્વારા મંત્રોચ્છારથી ભૂમિપૂજન કરવામાં આવ્યું. એ ભગવાન બલરામની વિધિવત પૂજનજી પવિત્ર ભૂમિ ભક્તિના પૂંજનથી પવિત્રમય વાતાવરણમાં કુદરતે પણ સહકાર આપ્યો.’ તેમજ પૂજનમાં રેવન્યું ગુરૂ રમણીકભાઈની ટીમ, તેમનો પરિવાર તેમજ સુરતથી મુખ્ય મહેમાન વિજયભાઈ,ભારતીય કિસાન સંઘ બાબરા તાલુકા પ્રમુખ ભાનુભાઈ પાનશેરીયા તેમજ વકીલશ્રી નિકુંજભાઈ વેકરીયા તે ઉપરાંત વકીલો, ડોકટર, નિવૃત અધિકારીગણ તેમજ ખેતી પ્રેમીઓ દૂર દૂરથી પધારેલા, તેમજ પૂંજા વિધિ કરાવતા રાકેશ મહારાજે જણાવ્યું હતું કે બલરામ સેવાધામ ફક્ત રાજકોટ માટે નહિ પણ ખેડૂતો આમાંથી પ્રેરણા લઈને ગુજરાતના બધા જ જિલ્લાઓમાં ખેડૂતો માટે માર્ગ દર્શન કેન્દ્ર બની રહે તેવી ભાવના વ્યક્ત કરી.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
