આ સૃષ્ટિમાં રહેવાનો, સુખેથી જીવવાનો,અન્ન, પાણી,પોષાક, રહેઠાણ મેળવવાનો દરેક જીવોનો અધિકાર છે.વર્તમાન સમય પર્યાવરણ માટે અને સજીવો માટે ખૂબ કપરો છે. 20 મી માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ. ચકલીઓની પ્રજાતિ દિન પ્રતિદિન લુપ્ત થઈ રહી છે.

વૃક્ષોનો વિનાશ,ઝેરીવાયુ,અનેક પ્રકારનું પ્રદૂષણ, જંતુનાશક દવાઓ, વિજળી તથા મોબાઇલનાં હેવી ટાવરો વગેરે ને કારણે ચકલીઓ તથા અનેક પંખીઓનું અસ્તિત્વ જોખમકારક જણાઈ રહ્યું છે, જે ચિંતાનો વિષય છે.
આ બાબતે લોક જાગૃતી લાવવાના હેતુથી કડીનાં નાનીકડી વિસ્તારમાં આવેલ શ્રી મંગુબેન નાથાલાલ પટેલ પ્રાથમિક શાળામાં પર્યાવરણ પ્રેમી આચાર્ય ખોડાભાઈ પટેલ ‘ધર્મેશ’ દ્વારા વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી.
આ પ્રસંગે પર્યાવરણ વિષયક વિચાર ગોષ્ઠી તથા ગીતોનું ગાન કરી સ્ટાફમિત્રો તથા બાળકોએ ચકલીઓને માળા, ચણ ને પાણી અર્પણ કરી જીવદયા ને પર્યાવરણ સુરક્ષાનો સંકલ્પ લીધો હતો.
શિક્ષણની સાથે વિવિધ ઉત્સવોની ઉજવણી તથા ખાસ જીવદયા અને પર્યાવરણની પ્રવૃત્તિઓને વાલીશ્રીઓએ અને સંસ્થા પરિવારે બિરદાવી ધન્યવાદ સહ શુભેચ્છાઓ પાઠવી હતી.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
