હવામાન વિભાગના દ્વારા આગામી 7 દિવસ એટલે કે 2 સપ્ટેમ્બરથી 8 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે એટલે કે 3 સપ્ટેમ્બરના રોજ નર્મદા અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી પાંચ દિવસ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડશે
હવામાન વિભાગના ડાયરેક્ટર, ડૉ. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ અને મોન્સૂન ટ્રફ સક્રિય થવાને કારણે વરસાદી માહોલ સર્જાયો છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે. આગામી બે દિવસ બાદ સમગ્ર રાજ્યમાં વરસાદનું જોર વધશે. આ સાથે જ, આગામી પાંચ દિવસ સુધી ગાજવીજ સાથે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના છે.