શ્રી ચિરાગ કોરડીયા, પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી ડી.ડી.ચૌધરી I/C પોલીસ અધિક્ષક, પાટણનાઓએ પાટણ જીલ્લામાંથી પ્રોહીબીશન લગતની ગે.કા.પ્રવુતિ દુર કરવા કરેલ સુચના આધારે શ્રી આર.જી.ઉનાગર પોલીસ ઇન્સપેક્ટર એલ.સી.બી.પાટણ નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો સમી પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા. દરમ્યાન બાતમી હકીકત આધારે ગોચનાદ ગામના પીકઅપ સ્ટેન્ડ નજીક આવતાં તાબાના માણસોને બાતમી હકિકત મળેલ કે, સફેદ કલરની સ્કોર્પીયો ગાડી નંબર-GJ.08.BF.4432 વાળી માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો વિદેશી દારૂ/બીયરની બોટલ/ટીન નંગ-1320 કિ.રૂ. 3,47,808/- ના મુદામાલ તથા વાહન ૧ કિ.રૂ.૫,૦૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૧ કિ.રૂ.૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૮,પર,૮૦૮/- ના મુદામાલ સાથે એક ઇસમને પકડી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી સારૂ સમી પો.સ્ટે સુપરત કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીની વિગતઃ-

(૧) રમેશકુમાર આશુરામ ધન્નારામ બિશ્નોઇ (જાગુ) રહે. પુર, કરેવી ઢાણી થાણા.સાંચોર તા.સાંચોર જી.ઝાલોર (રાજસ્થાન)

પકડવાના બાકી આરોપીઓની વિગતઃ-

(૧) નરપત ઉર્ફે નરેશ પ્રેમારામ બિશ્નોઈ (ઢાંકા) રહે.પુર તા. સાંચોર જિ.ઝાલોર(રાજસ્થાન)

(૨) સુનીલ પ્રેમારામ બિશ્નોઇ(ઢાંકા) રહે.પુર તા.સાંચોર જિ.ઝાલોર (રાજસ્થાન)

(૩) પ્રકાશ હરીરામ ગોદારા રહે. હાડેચા તા.સાંચોર જિ.ઝાલોર (રાજસ્થાન)

(૪) અમરતભાઇ ઉર્ફે મુકેશભાઇ ઠાકોર તથા તેની સાથે આવેલ એક અજાણ્યો ઇસમ

કબ્જે કરેલ મુદામાલની વિગતઃ-

(૧) ભારતીય બનાવટના વિદેશી દારૂ/બીયરની બોટલ કુલ નંગ-૧૩૨૦ કિ.રૂ.૩,૪૭,૮૦૮/-

(૨) સ્ક્રોપીયો ગાડી નંબર-GJ.08.BF.4432 કિ.રૂ.૫,૦૦,૦૦૦/-

(૩) મોબાઇલ નંગ-૧ કિ.રૂ.૫,૦૦૦/-

એમ કુલ કિ.રૂ.૮, ૫૨,૮૦૮/-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!