કડીના નાની કડી વિસ્તારમાં આવેલ શ્રી મંગુબેન નાથાલાલ પટેલ પ્રાથમિક શાળામાં આચાર્ય ખોડાભાઈ પટેલ ‘ધર્મેશ’ દ્વારા પરીક્ષા શુભેચછા તથા ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો.

જેમાં વર્ષ દરમિયાન યોજાયેલ શાળાકીય પ્રવૃત્તિઓમાં તથા શિક્ષણ માં સફળતા પ્રાપ્ત કરેલ દરેક વિધાર્થીઓ ને પ્રોત્સાહક ઈનામ તથા પ્રમાણપત્ર આપી તેઓની કાર્ય શક્તિઓને બિરદાવવામાં આવી.
આ પ્રસંગે સંસ્થાનાં પ્રમુખશ્રી કરશનભાઈ પટેલ, મંત્રીશ્રી મયંકભાઈ પટેલ, શિક્ષણવિદ શ્રી રસિકભાઈ પટેલ, નિયામક શ્રી ભરતભાઈ પટેલ, શ્રી રામભાઈ પટેલ, ભગીની સંસ્થાના આચાર્યા બહેન શ્રીમતી નિતલબેન ગજ્જર, શ્રીમતી નિતુબેન પટેલ ઉપસ્થિત રહ્યાં હતા. શાળાનાં આચાર્ય ખોડાભાઈ પટેલે ઉપસ્થિત સર્વ હોદ્દેદારશ્રીઓ, વાલીશ્રીઓ અને વિધાર્થિઓનું અભિવાદન કર્યું હતું. શાળાનાં સૌ સ્ટાફ મિત્રોએ ઉત્સાહ પૂર્વક કામગીરી કરી સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો. આ અવસરે ખાસ પર્યાવરણ, આરોગ્ય, સ્વાસ્થ્ય, જીવદયા, સાંસ્કૃતિક, સંસ્કાર, સંરક્ષણ, સફળતા, જળ સંચય, વિજળી બચાવો, પુસ્તક વાંચન, અક્ષર લેખન, સાહિત્ય, ગીત-સંગીત, નાટ્ય, અભિનય, સ્વદેશી અપનાવો, માતા-પિતા વંદના, સેવા, અતુલ્ય વારસો, સમાજ ઉત્સવ દર્શન, કર્મ, ધર્મ, ફરજ, માતૃભાષા, સમાજસેવા, વ્યસનમુક્તિ વગેરે વિષયક લોક જાગૃતિ કાર્યક્રમો પણ કરવામાં આવ્યાં હતા.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
