નગરસેવક જયાબેન ઠાકોરે આક્ષેપ કર્યો છે કે નગરપાલિકા હદ વિસ્તારમાં આવતાં નેશનલ હાઇવે ઓથોરિટી પાસે અનેક વખત લેખિત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી.

તેમણે જણાવ્યું કે શહેરમાં ખુલ્લી ગટરો અને બેદરકારીને કારણે રાહદારીઓ માટે જીવલેણ પરિસ્થિતિ સર્જાઈ રહી છે. ખાસ કરીને આજના દિવસે ઇન્દ્રપથ હોટેલ પાસે એક બાઈક સવાર અચાનક ખુલ્લી ગટરમાં પડી ગયો હતો. સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી, પરંતુ આ ઘટના તંત્રની ઉદાસીનતાનું જીવતું ઉદાહરણ બની છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, ગટરનાં ઢાંકણાં તૂટી ગયેલા અથવા ગાયબ છે, અને ઘણી જગ્યાએ પાણી ભરાઈ જતા ખાડા દેખાતા નથી, જેના કારણે અકસ્માતનો ભય સતત યથાવત છે. લોકોમાં રોષ છે કે નગરપાલિકા અને સંબંધિત વિભાગો વચ્ચે સંકલનના અભાવે સામાન્ય જનતાને મુશ્કેલી વેઠવી પડી રહી છે.
નગરસેવક જયાબેન ઠાકોરે તંત્રને તાત્કાલિક પગલાં લેવા અપીલ કરી છે અને જણાવ્યું છે કે જો સમયસર કાર્યવાહી નહીં થાય તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે.
પ્રશ્ન યથાવત છે — શું તંત્ર કોઈ મોટી જાનહાનિની રાહ જોઈ રહ્યું છે?
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
