સાંતલપુર તાલુકાના વારાહી સ્થિત આસોપાલવ હોટલ ખાતે કોંગ્રેસ પાર્ટીની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ બેઠકમાં ચૂંટણી નિરીક્ષકોની હાજરીમાં ઉમેદવારોના સેન્સ લેવાની કામગીરી હાથ ધરાઈ હતી.

બેઠક દરમિયાન તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારો પાસેથી વ્યક્તિગત રીતે સેન્સ લેવામાં આવ્યો હતો. માહિતી મુજબ તાલુકા પંચાયતની કુલ 18 બેઠકો અને જિલ્લા પંચાયતની 4 બેઠકો માટે ઇચ્છુક ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા આગળ વધારવામાં આવી છે.

આ બેઠકમાં કોંગ્રેસના અગ્રણીઓ અને ચૂંટણી નિરીક્ષકો તરીકે પીસી ગઢવી, મોગીલાલ ચૌધરી, પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ દેસાઈ, સાંતલપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ પરબતભાઈ આહીર, રમેશભાઈ રબારી, ભચાભાઈ આહીર, મહેબૂબભાઈ મલેક અને જાહેદખાન મલેક સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

બેઠકના અંતે સૂત્રોના જણાવ્યા અનુસાર કેટલાક યોગ્ય ઉમેદવારોને ચૂંટણી લડવા માટે લીલી ઝંડી આપવામાં આવી છે. આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસ પાર્ટી દ્વારા તૈયારીને વધુ તેજ બનાવવામાં આવી રહી છે.

The Gujarat Live News 

ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!