હારીજ તાલુકાની અંબાજીપુરા પ્રાથમિક શાળામાં ધોરણ-5 ના વિધાર્થીઓનો વિદાય સમારંભ અને દાતાશ્રીઓનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી માં સરસ્વતીની પ્રાર્થનાથી કરવામાં આવી

ત્યારબાદ શાળાની બાલિકાઓ દ્વારા સ્વાગતગીત રજૂ કરવામાં આવ્યું…. ત્યારબાદ તમામ મુખ્ય મહેમાન શ્રી અમીભાઈ દેસાઈ તથા અન્ય વડીલો તથા દાતાશ્રીઓનું સાલ ઓઢાળી અને શાળા પરિવાર વતી સન્માન કરવામાં આવ્યું…મુખ્ય મહેમાનશ્રી…..શ્રી અમીભાઈ દેસાઈ આચાર્યશ્રી માસા પ્રાથમિક શાળા દ્રારા બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટે અને શાળામાં ખુરશીઓનું દાન આપવા દાતાઓને શુભેચ્છા આપવામાં આવી.આ ઉપરાંત શાળામાં ગુણવતાલક્ષી શિક્ષણ અને સંસ્કારલક્ષી કાર્યક્રમના આયોજન કરવા બદલ શાળા પરિવારને અભિનંદન આપવામાં આવ્યા.

શાળામાં ખુરશીના દાન આપવા બદલ….

વાઘેલા ગજુભા જેહરસંગ,વાઘેલા દલસંગજી અમથાજી,વાઘેલા બાબુજી દીપાજી,વાઘેલા બળવંતસંગ સરદારજી,વાઘેલા જીતુભા ચમનજી,વાઘેલા લાલસંગ છગુજી,વાઘેલા વિક્રમસિંહ ભુપતસંગ,વાઘેલા લાલસંગ ભાવસંગ નું સાલ ઓઢડી સન્માન કરવામાં આવ્યું…શાળાની શિક્ષિકા બહેનો શ્રીમતી અમિતાબેન પટેલ અને શ્રીમતી દ્રારા ધર્મિષ્ઠાબેન કોટવાલ દ્રારા તિથિભોજનના આપવામાં આવ્યું હતું.શ્રેષ્ઠ વિધાર્થી એવોર્ડ સન્માન….

ધોરણ-5 માં સમગ્ર વર્ષ દરમ્યાન શૈક્ષણિક,સહ અભ્યાસિક, પર્યાવરણીય, સાંસ્કૃતિક, સંસ્કારલક્ષી પ્રવુતિઓમાં ઉમદા કામગીરી કરનાર વિધાર્થીઓનું શ્રેષ્ઠ વિધાર્થી એવોર્ડથી સન્માન. કરવામાં આવ્યું …આ ઉપરાંત શાળા તરફથી બાળકોને યાદગાર સ્મૃતિ ભેટ સ્વરૂપે

ધોરણ-5 ના બાળકોને શાળા પરીવાર તરફથી શુભેચ્છાપત્ર સાથે ડેસ્ક પાટીયુ સ્મુતિભેટ તરીકે આપવામાં આવ્યું.શિક્ષણપ્રેમમી વાઘેલા જીતુભા ચમનજી દ્રારા ધોરણ -5 ના બાળકોને ચોપડા અને પેનનું વિતરણ કરવામાં આવ્યું…સમગ્ર કાર્યક્રમનું સંચાલન….શિક્ષિકાબેનશ્રી અમિતાબેન પટેલ સુંદર રીતે કરવામાં આવ્યું.કાર્યક્રમને સફળ બનાવવા…..ગામના વડીલ જેઠુભા,ગજુભા, નાગજીભાઈ,કીર્તિભાઇ,વનરાજભાઈ, લાલાભાઇ, જશુભા, ભોમાજી એ ખુબ સાથ સહયોગ આપવામાં આવ્યો.કાર્યક્રમના અંતે શાળાના આચાર્યશ્રી ભાવેશભાઈ પંચાલ દ્વારા આજના આ કાર્યક્રમની આભાર વિધિ કરવામાં આવી.

The Gujarat Live News અહેવાલ રમીલાબેન પરમાર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!