ઊંઝાની સ્થાનિક નબળી નેતાગીરી સામે ઉઠતા સવાલો,

આટલો મોટો ખાડો તંત્રની નજરમાં ક્યારે આવશે તેની લોકોમાં જોવાતી રાહ,,!!

અનેકવાર થીગડાંઓ પર થીગડાંઓ મારી ચલાવે જતા ઊંઝા રિલાયન્સ પેટ્રોલ પમ્પથી ઐઠોર ચાર રસ્તા તરફ જતા ઓવરબ્રીઝ પર છેલ્લા એક મહિનાથી પડેલા એક ચોરસ મીટર કરતા પણ મોટા ખાડામાં લોખંડની ખિલાસરી પણ કૂદીને બહાર આવી ગઈ છે છતાંય લોકહિતને લક્ષમાં ના લેનારા જાડી ચામડીના નેતાઓ અને નામ પૂરતા હોદ્દેદારો મોટા અકસ્માત પછી જ જાણે કામ કરવાનાં મૂડમાં આવવાના હોય તેમ લાગી રહ્યુ છે.

જ્યાં રોજ હજારો વાહનોની કાયમી અવર જવર છે અને હાલ ઊંઝા apmc માં પણ ખેડૂતોના પાકેલા માલના વેચાણની સીઝન ચાલી રહી છે ત્યાં ઓવરબ્રીઝ પરના આવા ખાડાઓથી લોકો રામ ભરોસે હોવાની લાગણી અનુભવી રહ્યા છે.

સુ એકેય નેતા કે હોદ્દેદારો અહીંથી પસાર થતી વેળા આ ખાડા જોતા નહિ હોય કે આંખ આડા કાન કરી પોતાના સ્વાર્થ અને ફાયદા પૂરતા જ કામો કરવામાં રસ ધરાવે છે એ સામી ચૂંટણી એ લોકોએ સમજવાનું રહ્યુ.

રોજ કેટલાય વાહનચાલકોને આ ખાડામાં પછડાવાથી જીવનું ઝોખમ લાગી રહ્યુ છે.

ભ્રસ્ટાચારની દુર્ગંધ ટેક્સ ભરતા સામાન્ય લોકોએ ભોગવવાની રહી.

જવાબદાર કોણ??

વહેલી તકે દુર્ઘટના બને તે પહેલા યોગ્ય રીતે આ ખાડાઓ પુરાય તેવી લોકમાંગ ઉઠી છે.

The Gujarat Live News 

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo : 987 986 1970

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!