પાટણ જિલ્લાના રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા મોબાઇલ ચોરીના ગુનાનો એલ.સી.બી. પાટણની ટીમે ગણતરીના દિવસોમાં સફળ ભેદ ઉકેલી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ ₹3,44,000ના મુદ્દામાલ સાથે પલ્સર બાઈક પણ જપ્ત કરી છે.

મળતી માહિતી મુજબ, તા. 28 માર્ચ 2026ની રાત્રે રાધનપુર વિસ્તારમાં આવેલી “માજીસા” નામની દુકાનનું શટર તોડી અજાણ્યા ઈસમોએ અંદર પ્રવેશ કર્યો હતો અને ત્યાંથી સેકન્ડ હેન્ડ 55 મોબાઇલ ફોનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે રાધનપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પાટણ એસપી વી.કે. નાયી દ્વારા એલ.સી.બી.ને તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. એલ.સી.બી.ના પીઆઈ આર.જી. ઉનાગરના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે હ્યુમન સોર્સ, CCTV ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ શરૂ કરી.

તપાસ દરમિયાન ચોરીમાં વપરાયેલ પલ્સર બાઈક મળી આવતા પોલીસે તેની કડી જોડતા ચાર આરોપીઓને ઝડપી પાડ્યા. તેમની પાસેથી ચોરીના 30 મોબાઇલ, વધુ 2 મોબાઇલ તથા એક પલ્સર બાઈક મળી કુલ ₹3.44 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

પકડાયેલા આરોપીઓમાં

નવીનભાઈ ઉર્ફે નવો ઠાકોર (સાંતલપુર)

મહેશભાઈ ઉર્ફે ટક્કો લુહાર (ડીસા)

વિશાલભાઈ ઉર્ફે બાબજી ગૌસ્વામી (ધાનેરા)

મુકેશભાઈ ઠાકોર (રાધનપુર)

નો સમાવેશ થાય છે. આરોપીઓ સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.

હાલમાં પોલીસે તમામ આરોપીઓને કાયદેસરની કાર્યવાહી માટે રાધનપુર પોલીસ સ્ટેશનને સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!