રાધનપુર શહેરમાં લાંબા સમયથી ચાલી રહેલી ગંદકી, રસ્તા અને અન્ય પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નોને લઈને આજે સ્થાનિક રહીશો અને વાલીઓએ નગરપાલિકા કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી. અંજુમન સ્કૂલ, જેપી સ્કૂલ, કન્યાશાળા અને કેબી સ્કૂલના વાલીઓ સાથે નગરસેવક જયાબેન પણ આ રજૂઆતમાં જોડાયા હતા.

પાછલા ઘણા સમયથી રજુઆત કરવા છતાં નગરપાલિકા મન પર ના લેતા આજે અંજુમન સ્કૂલ જેપી સ્કૂલ કન્યાશાળા તેમજ કેબી સ્કૂલના વાલીઓએ નગરસેવક જયાબેનનો સંપર્ક કરી સ્થાનિક રહીશો સાથે આકરા શબ્દોમાં નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન જોષી સાથે રજુઆત કરી જયાબેન દ્વારા લેખિતો આપ્યા છતાં કામગીરી ના કરાતા એજ લખાણો ફાડી એમના ટેબલ પર ગુસ્સાથી ફેંકી દેવાય કે કામ ના થાય તો લેખિત શુકામ માંગો છો બાદમાં સ્થાનિક રહીશો પર પાલિકા પ્રમુખ ગુસ્સે ભરાયા એન જે થાય એ કરી લો કામ નહીં કરવું તમે અહીંયા આવ્યા કેમ આવા શબ્દો બોલી પોલીસ કેસ કરવાની ધમકી આપી એમના પતિ કોઈ જવાબ ના આપવો પડે એટલે લઈને નાસી છૂટ્યા હતા તો નગરસેવક જયાબેન તેમજ રહીશો દ્વવારા કહેવામા આવ્યું કે વોટ આપ્યો તો વિકાસ કરશો એ માટે ના કે પબ્લિકને પોલીસ સ્ટેશન દેખાડવા અમો અહીંયા જ છીએ બોલાવો પોલીસ આવું રહીશો ને જયાબેન દ્વારા કહી કામ કરો ના નારા લગાવ્યા બાદમાં આ નગરપાલિકા પ્રમુખ ભાગી જતા ઉપપ્રમુખ હરેશભાઇ ઠક્કરના ઘરે તમામે રહીશો સાથે જયાબેન રૂબરૂ જતા હરેશભાઇ દરવાજાનું બારણું બન્ધ કરી ઘરમાં સન્તાઇ ગયા
રહીશોના જણાવ્યા મુજબ, અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. આ મુદ્દે નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન જોષી સમક્ષ રજૂઆત કરવામાં આવતા વાતાવરણ ગરમાયું હતું. નગરસેવક જયાબેને અગાઉ આપેલા આવેદનોનો ઉલ્લેખ કરીને તંત્રની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી.
રહીશોના આક્ષેપ મુજબ, રજૂઆત દરમિયાન ઉગ્ર બોલાચાલી સર્જાઈ હતી અને સમસ્યાના નિરાકરણ અંગે સ્પષ્ટ ખાતરી ન મળતા લોકોમાં વધુ રોષ ફેલાયો હતો. કેટલાક રહીશોએ જણાવ્યું કે તેમની રજૂઆતને ગંભીરતાથી લેવામાં આવી નથી.
નગરપાલિકા કચેરી બાદ રહીશો અને નગરસેવક જયાબેન ઉપપ્રમુખ હરેશભાઈ ઠક્કરને મળવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. જોકે, રહીશોના જણાવ્યા મુજબ તેઓને મળવા બદલે દરવાજો બંધ કરી દેવામાં આવ્યો હતો, જેના કારણે લોકોમાં વધુ અસંતોષ જોવા મળ્યો હતો.
આ પ્રસંગે નગરસેવક જયાબેન અને સ્થાનિક રહીશોએ ચેતવણી આપી હતી કે જો આગામી ત્રણ દિવસમાં પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે. ઉપરાંત જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ સામે વિરોધ કાર્યક્રમો યોજવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
નગરપાલિકા તરફથી આ સમગ્ર મામલે સત્તાવાર પ્રતિસાદ પ્રાપ્ત થયો નથી.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
