
Dahod AAP Suspends 3 Members: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ રાજકીય પક્ષોમાં શિસ્તભંગના અનેક કિસ્સાઓ જોવા મળ્યા હતા. ત્યારે હવે દાહોદ જિલ્લામાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા પક્ષવિરોધી પ્રવૃત્તિઓ અને ગેરશિસ્ત સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. પક્ષના સત્તાવાર આદેશ એટલે કે ‘વ્હીપ’નો અનાદર કરવા બદલ ત્રણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે શિક્ષાત્મક પગલાં ભરીને રાજકીય ગરમાવો લાવી દીધો છે.
પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં ગેરહાજર રહીને પક્ષ સાથે દ્રોહ કરવાનો ગંભીર આરોપ
ગત 25 મે 2026ના રોજ યોજાયેલી તાલુકા પંચાયતોના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીના મેન્ડેટ પર જીતેલા આ સભ્યોને પક્ષ તરફથી વ્હીપ આપવામાં આવ્યો હતો.
