પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકા અને વારાહી ગામના આજુબાજુના વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં 15 જેટલો વરસાદ નોંધવામાં આવ્યો છે

ત્યારે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને જનજીવન ખોરવાઈ જવા પામ્યો હતો ત્યારે હર હંમેશ ની જેમ શ્રી જય જલારામ જન સેવા ટ્રસ્ટના યુવકો કોઈ ભુખા ના રહે તે હેતુથી કામગીરી કરવા લાગ્યા હતા જય જલારામના નાદ સાથે દિવસ રાત સેવા કરતા શ્રી જલારામ સેવા ટ્રસ્ટના યુવાનોને પ્રોત્સાહન આપવા વારાહી તથા બહારથી પણ યથાશક્તિ દાન આપવામાં આવતું હોય છે અને કોઈ ધન અને કોઈ મન અને કોઈ તનથી આ કાર્યમાં જોડાઈ શ્રી જલારામ બાપાના આશીર્વાદ મેળવતા હોય છે ટૂંક સમયમાં વારાહી રાધનપુર હાઇવે ઉપર શ્રી જય જલારામ જન સેવા ટ્રસ્ટ દ્વારા એક ભવ્ય અનક્ષેત્ર ચાલુ કરવામાં આવી રહ્યું છે
The Gujarat Live News અહેવાલ મુકેશભાઈ પ્રજાપતિ સાંતલપુર
