મહુવા તાલુકાના ગોકુળિયા ગોરસ ગામમાં ત્રિવેણી સંગમ ખાતે ગણેશ વિસર્જનનો પાવન પ્રસંગ ભક્તિભાવપૂર્ણ માહોલમાં ઉજવાયો.

પ્રકૃતિની ગોદમાં આવેલ આ પવિત્ર સ્થળે જડેશ્વર મહાદેવ તથા બિલેશ્વર મહાદેવના પવિત્ર આશીર્વાદ વચ્ચે ગામડાં તથા મહુવા શહેરમાંથી આવેલા શ્રદ્ધાળુઓએ ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કર્યું.

વિસર્જન સમયે “ગણપતિ બાપ્પા મોરયા… આગળા વર્ષી તુ જલ્દી આવ” ના ગુંજતા જયઘોષ સાથે સમગ્ર સંગમ કિનારો ગુંજી ઉઠ્યો હતો.

ભક્તોનું ઉમંગભર્યું ટોળું, કુદરતી વાતાવરણ અને નદીના પવિત્ર પ્રવાહે સમગ્ર પ્રસંગને આધ્યાત્મિક રંગ અર્પ્યો હતો.

ગોરસ ત્રિવેણી સંગમ હવે મહુવા વિસ્તારના ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે, જ્યાં પરંપરા અને પ્રકૃતિનો અનોખો સમન્વય ભક્તિભાવ સાથે ઝળહળી ઊઠે છે.

The Gujarat Live News 

અહેવાલ. અશ્વિન.એ.ચાવડા- મહુવા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!