રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાયેલા ભાતીગળ લોકમેળાનો આજે (6 સપ્ટેમ્બર) પાંચમો એટલે કે છેલ્લો દિવસ છે. ગઈકાલે શનિવારને ચોથા દિવસે બપોર પછી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા જાણે કીડિયારું ઉભરાયું હોય તેવા દૃશ્યો જોવા મળ્યાં હતા. ચાર દિવસમાં 10 લાખથી વધુ લોકોએ ચકરડી, ફજતફાળકા, વિવિધ રાઈડ્સ અને ખાણી-પીણીની મજા માણી છે, જેમાં જન્માષ્ટમીના દિવસે રેકોર્ડબ્રેક 4.22 લાખ તેમજ ચોથા દિવસે 3 લાખથી વધુ લોકો ઉમટી પડ્યા હતા. રાંધણ છઠ્ઠથી દશમ સુધી ચાલતા આ મેળાના અંતિમ દિવસે રવિવારની રજા હોવાથી વધુ 2 લાખ લોકો આવે તેવી શક્યતા સાથે 5 દિવસમાં કુલ માનવ મહેરામણનો આંકડો 12 લાખ વટાવી જવાનો અંદાજ છે. દિવ્ય ભાસ્કર દરરોજ મેળાના વિવિધ રંગો સાથે પ્રસંગોની તસવીરો આપી રહ્યું છે, ત્યારે જુઓ ચોથા દિવસનો અવકાશી અદભૂત નજારો અને તસવીરો…
