કોમ્બિંગ દરમિયાન PGVCLની ટીમ સાથે સંયુક્ત તપાસ, ₹2.50 લાખનો દંડ અને વીજ જોડાણો ડિસ્કનેક્ટ

અંજાર પોલીસ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા શખ્સો સામે હાથ ધરવામાં આવેલી કોમ્બિંગ ડ્રાઇવ દરમિયાન મહત્વની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસની તપાસમાં ચાર મકાનોમાં વીજળીના ગેરકાયદે જોડાણનો ઉપયોગ થતો હોવાનું સામે આવતા PGVCLની ટીમને સાથે રાખી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી.

અંજાર પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.એ. જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે વિવિધ વિસ્તારોમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સોના રહેણાંક મકાનો તેમજ સંભવિત આશ્રયસ્થાનોની તપાસ કરી હતી. આ કાર્યવાહી દરમિયાન શેખટીંબો, હેમલાઈ ફળિયું અને ગરાસિયા ફળિયા વિસ્તારમાં ખાસ ચકાસણી હાથ ધરાઈ હતી.

તપાસ દરમિયાન ચાર મકાનોમાં PGVCLના વીજ પુરવઠાનો નિયમ વિરુદ્ધ ઉપયોગ થતો હોવાનું પોલીસના ધ્યાનમાં આવ્યું હતું. ત્યારબાદ PGVCL અંજારની ટીમને સ્થળ પર બોલાવી વીજ જોડાણોની ચકાસણી કરાવવામાં આવી હતી. ગેરકાયદે હોવાનું જણાયેલા જોડાણો તાત્કાલિક કાપી નાખવામાં આવ્યા હતા.

PGVCL દ્વારા સંબંધિત લોકો સામે વીજ ચોરી/ગેરકાયદે વીજ ઉપયોગ અંગેની કાર્યવાહી હાથ ધરી કુલ ₹2.50 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસની કોમ્બિંગ કાર્યવાહી માત્ર વીજ જોડાણ સુધી સીમિત રહી નહોતી. મિલકત સંબંધિત ગુનાઓ, જુગાર, દારૂ, છેતરપિંડી, NDPS સહિતના ગુનાઓમાં સંડોવાયેલા અથવા ગુનાહિત ઇતિહાસ ધરાવતા આશરે 22 શખ્સોની માહિતી એકત્ર કરવામાં આવી છે.

પોલીસ દ્વારા આવા શખ્સોની ગતિવિધિઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે. અંજાર પોલીસની આ સંયુક્ત કાર્યવાહીને પગલે અસામાજિક તત્વોમાં ફફડાટ જોવા મળ્યો છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!