જૂની અદાવત અને સ્થાનિક બાબતે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો; ભાભર પોલીસે સ્થળ પર પહોંચી સ્થિતિ કાબૂમાં લીધી
![]()
ભાભર પોલીસ સ્ટેશન હદમાં આવેલા ખારી પાલડી ગામે જૂની અદાવત તેમજ સ્થાનિક બાબતને લઈને બે જૂથો વચ્ચે બોલાચાલી થયા બાદ મામલો ઉગ્ર બન્યો હતો અને બંને પક્ષો વચ્ચે મારામારીની ઘટના બની હતી. બનાવની જાણ થતાં ભાભર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ વડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ ભાભર પોલીસની ટીમે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે બનાવ અંગે સંબંધિત પક્ષોની ફરિયાદના આધારે રાયોટિંગ, મારામારી સહિતની લાગુ પડતી કાયદાકીય કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

પોલીસે બનાવમાં સંડોવાયેલા મુખ્ય આરોપીઓ સામે ઝડપી કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં તેમની અટકાયત/ધરપકડ કરી હતી. પોલીસની આ કાર્યવાહીથી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે.
દરમિયાન, ભાભર પોલીસે ગ્રામજનોને અફવાઓથી દૂર રહેવા અને કોઈપણ પ્રકારની અશાંતિ ન ફેલાય તે માટે શાંતિ અને સુલેહ જાળવવા અપીલ કરી છે.
હાલ સમગ્ર મામલે ભાભર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને તપાસ દરમિયાન બહાર આવતી હકીકતોના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

