ડેન્સિટી અને અન્ય મૂળભૂત સુવિધાઓ અંગે તપાસની લોકમાંગ, અધિકારીઓ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગની માંગ

પાટણ જિલ્લાના વારાહીથી આશરે બે કિલોમીટરના અંતરે અંબર હોટલની બાજુમાં આવેલા ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ ખાતે ઉપલબ્ધ સુવિધાઓ અને પેટ્રોલની ડેન્સિટી અંગે સ્થાનિક સ્તરે સવાલો ઉઠ્યા છે.

મળતી માહિતી મુજબ, પેટ્રોલની ગુણવત્તા અને ડેન્સિટી અંગે નિયમો મુજબની કામગીરી થવી જરૂરી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ પેટ્રોલ પંપ પર ડેન્સિટી તપાસ દરમિયાન 700 જેટલી ડેન્સિટી જોવા મળી હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જ્યારે નિયમ મુજબની ડેન્સિટી અંગે સ્પષ્ટતા જરૂરી હોવાનું લોકો જણાવી રહ્યા છે.

આ મુદ્દે પેટ્રોલ પંપના સ્ટાફને પૂછપરછ કરવામાં આવતા સંતોષકારક જવાબ મળ્યો ન હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. જોકે, ડેન્સિટી અંગેની હકીકત અને નિયમોની પાલના અંગે સંબંધિત અધિકારીઓ દ્વારા સત્તાવાર તપાસ થાય તે બાદ જ સ્પષ્ટ સ્થિતિ સામે આવી શકે છે.

આ ઉપરાંત પેટ્રોલ પંપ પર વાહનોમાં હવા ભરવાની સુવિધા પણ ઉપલબ્ધ ન હોવાનું સ્થાનિકો દ્વારા જણાવાયું છે. પેટ્રોલ પંપ ઉપરના પતરા જર્જરીત હાલતમાં હોવાની બાબત પણ ધ્યાન પર આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જેના કારણે ગ્રાહકોની સલામતી અને મૂળભૂત સુવિધાઓ અંગે પણ પ્રશ્નો ઉભા થયા છે.

સ્થાનિક લોકોની માંગ છે કે ઇન્ડિયન ઓઇલ કંપનીના જવાબદાર અધિકારીઓ દ્વારા સમગ્ર મામલે સ્થળ તપાસ કરવામાં આવે અને પેટ્રોલની ડેન્સિટી સહિત તમામ જરૂરી માપદંડોની ચકાસણી કરવામાં આવે. સાથે જ સંબંધિત સરકારી તંત્ર દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરી પેટ્રોલ પંપ પર નિયમોનું પાલન થાય છે કે નહીં તેની તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

જો તપાસ દરમિયાન કોઈ નિયમભંગ સામે આવે તો જવાબદાર સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવે તેવી પણ લોકમાંગ છે.

The Gujarat Live News અહેવાલ મુકેશભાઈ પ્રજાપતિ સાંતલપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!