થરાદ, તા.૦૮/૦૯/૨૦૨૫ – છેલ્લા કેટલાંક દિવસથી અવિરત વરસાદને કારણે થરાદ તથા આસપાસના વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.
આ પરિસ્થિતિને પગલે વિધાનસભાના અધ્યક્ષ સંકરભાઈ ચૌધરી ગત રાત્રે થરાદ ખાતે પહોંચ્યા હતા.

તેમણે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ લોકોની હાલત વિશે નજીકથી જાણકારી મેળવી.
સ્થળ પર જ સંકરભાઈ ચૌધરીએ ભોજન, પીવાનું શુદ્ધ પાણી તથા તબીબી સેવાઓની સુવિધાઓની સમીક્ષા કરી. અસરગ્રસ્ત પરિવારોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી.
વહીવટી તંત્ર દ્વારા હાલ સતત રાહત કામગીરી યુદ્ધસ્તરે ચાલુ રાખવામાં આવી રહી છે.
એનડીઆરએફ તેમજ સ્થાનિક તંત્રની ટીમો તાત્કાલિક રાહત સામગ્રી પહોંચાડવા માટે રાત-દિવસ કાર્યરત છે.
સ્થાનિક લોકોએ પણ અધ્યક્ષ શ્રીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે મુશ્કેલીના સમયમાં જનપ્રતિનિધિઓ પોતે સ્થળ પર આવીને લોકોની સમસ્યાઓ સાંભળે છે તે ખરેખર પ્રશંસનીય બાબત છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
