બરારા અને બકુત્રાનું તળાવ ઓવરફ્લો થતાં પાંચથી સાત ગામોમાં પરિસ્થિતિ મુશ્કેલ

જિલ્લા વહીવટી તંત્ર અસરગ્રસ્તોની મદદ માટે ખડેપગે: SDRFની ટીમ અને હોડી મોકલાઇ

પાટણ જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકથી ભારેથી અતિભારે વરસાદને પગલે જિલ્લાના અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા છે. સતત વરસી રહેલી આકાશી આફતને પહોંચી વળવા પાટણ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે.

અસરગ્રસ્ત વિસ્તારમાં મદદ માટે SDRF ટીમ અને પાટણ નગરપાલિકાથી હોડી મોકલવામાં આવી છે.

તાલુકાના કલ્યાણપુરા ગામે 10 લોકો અને સાંતલપુરના 15 લોકોને રાત્રે rescue કરીને સામૂહિક આરોગ્યકેન્દ્ર સાંતલપુર ખાતે પ્રાથમિક સારવાર આપી rescue center ખાતે મોકલી આપવામાં આવેલ છે.

જિલ્લાના સાંતલપુર તાલુકામાં ભારે વરસાદના કારણે બરારા અને બકુત્રાનું તળાવ ઓવરફ્લો થતાં આજુબાજુના વૌવા, મઢુત્રા, જાખોત્રા, એવાલ, રણમલપુરા, બકુત્રા, બાબરા અને કલ્યાણપુરા ગામો અસરગ્રસ્ત બન્યા છે.

આ પાણી હાલ મઢુત્રાથી વૌવા રોડ પર તેમજ વૌવા ગામમાંથી પસાર થઈ રહ્યું છે. વૌવા ગામમાં જવા માટેનો રસ્તો હાલ ઓવર ટોપિંગ થવાના કારણે બંધ હાલતમાં છે.

પૂરગ્રસ્ત વૌવાની પરિસ્થિતિને પગલે મદદનીશ કલેકટરશ્રી રાધનપુર, મામલતદારશ્રી સાંતલપુર તથા લાયઝન અધિકારી શ્રી અને નાયબ કલેકટરશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી તથા તાલુકાના વહીવટી તંત્રનો સ્ટાફ ખડેપગે છે.

સૌથી વધુ અસરગ્રસ્ત વૌવા અને બકુત્રા ગામને જોડતો નેશનલ હાઈવે તોડવા માટે પણ તંત્ર દ્વારા તૈયારી દર્શાવવામાં આવી છે.

જરૂર પડે લોકોને rescue કરવા હેલિકોપ્ટરની વ્યવસ્થા પણ કરવામાં આવશે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!