અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કડીયાળી ગામે કડીયાળી પ્રાથમિક શાળાનું લોકાર્પણ,

સરકારી હોમિયોપેથિક દવાખાના નું લોકાર્પણ, કોમ્યુનિટી હોલનું લોકાર્પણ, તથા નવા બસ સ્ટેન્ડ નું લોકાર્પણ આ વિવિધ બિલ્ડિંગના લોકાર્પણના મુખ્ય અતિથિ ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીના વરદ હસ્તે થયું હતું. આ પ્રસંગે ઉપસ્થિત ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી, જિલ્લા આરોગ્ય ચેરમેન શ્રી પ્રદીપભાઈ ભાખર, જિલ્લા પંચાયત સભ્યશ્રી કરસનભાઈ ભીલ, રમેશભાઈ બામણીયા, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ ધનસુખભાઈ ડાભી, તાલુકા પંચાયત સભ્ય શ્રી મનીષભાઈ ડાભી, તાલુકા પંચાયત સભ્ય કૈલાશબેન મંગાભાઈ મકવાણા, તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપ ભાઈ વરુ નું પુષ્પ ગુચ્છ થી સ્વાગત કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સુચારુ આયોજન કડીયાળી સરપંચ શ્રી સવજીભાઈ મકવાણા, ઉપસરપંચ તથા ગ્રામ પંચાયતના સભ્ય શ્રી ઓ એ કર્યું હતું. આ તકે ઉપસ્થિત પૂર્વ પ્રમુખ જાદવભાઈ સોલંકી, જાફરાબાદ ભાજપ મંત્રી ધવલભાઇ ત્રિવેદી, સોમાભાઈ મકવાણા, કનુભાઈ સાંખટ, કાળાભાઈ સાંખટ, ભીખાભાઈ પરમાર, મોહનભાઈ મકવાણા, સી એલ પરમાર તેમજ જીતુભાઈ પરમાર આ વણથંભી વિકાસના કામોના લોકાર્પણના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કુલદીપ ભાઈ વરૂએ કર્યું હતું.
The Gujarat Live News રિપોર્ટર જે.પી.પરમાર જાફરાબાદ
