રાધનપુર શહેરમાં છેલ્લા બે દિવસથી પડેલા અતિભારે વરસાદને કારણે વેપારીઓને મોટાપાયે નુકસાન સહન કરવું પડ્યું છે. 

શહેરના વિવિધ વિસ્તારોમાં દુકાનોમાં પાણી ઘૂસી જતાં વેપારીઓને માલસામાન તથા રોજગારમાં ભારે નુકસાન થયું છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાધનપુર કોંગ્રેસ પક્ષના આગેવાનો વેપારીઓ સાથે સ્થળ મુલાકાતે પહોંચ્યા હતા.

વેપારીઓ પાસેથી થયેલા નુકસાનની વિગતવાર માહિતી મેળવી અને નગરપાલિકા મુખ્ય અધિકારી (CO) તથા મામલતદારશ્રીને લેખિતમાં રજુઆત કરી હતી.

જેમાં વેપારીઓને થયેલા નુકસાનના કેસડોલ કરી તાત્કાલિક વળતર ચૂકવવા માંગણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે નગરપાલિકા વિપક્ષ નેતા જાબિરહુસેનભાઈ ભાટી (વોર્ડ-2), નગરસેવક જયાબેન ઠાકોર (વોર્ડ-1), પ્રદેશ ડેલિકેટ મહેબૂબખાન મલેક, અંજુમન સ્કૂલ ટ્રસ્ટી અકરમખાન પઠાણ, નગરપાલિકા પૂર્વ પ્રમુખ કાનજીભાઈ પરમાર, મહિલા શહેર પ્રમુખ સમીરાબેન ઘાંચી, શહેર કોંગ્રેસ મહામંત્રી ઇમરાનભાઈ શેખ, ઉપપ્રમુખ લીલાબેન મકવાણા, લાલાભાઈ પ્રજાપતિ, પ્રકાશભાઈ મકવાણા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

કોંગ્રેસ આગેવાનો દ્વારા વહીવટીતંત્રને સ્પષ્ટ અપીલ કરવામાં આવી છે કે વેપારીઓને થયેલા નુકસાનની તાત્કાલિક સર્વે કરી કેસડોલ તૈયાર કરવામાં આવે અને યોગ્ય વળતર ચૂકવી તેમને ન્યાય આપવામાં આવે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!