સતત વરસતા ભારે વરસાદના કારણે ઘણા ગામોમાં પાણી ભરાઈ જતા ગામલોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
આ પરિસ્થિતિનો જાતે જ તાગ મેળવવા આગેવાનોએ ગામોમાં જઈને ગ્રામજનો સાથે મુલાકાત કરી એમના નુકસાન અંગેની માહિતી મેળવી.

આ મુલાકાત દરમ્યાન ખેતી, મકાન, દુકાનો તેમજ પશુધનને થયેલા નુકસાન અંગે ગ્રામજનોએ વિગતવાર રજૂઆત કરી.
આગેવાનોએ ગ્રામજનોને આશ્વાસન આપ્યું કે કૉંગ્રેસ પક્ષ તેમની સાથે છે અને તાત્કાલિક વળતર તથા જરૂરી સહાય ઉપલબ્ધ થાય તે માટે જિલ્લા તેમજ રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવશે.
આ સાથે જ આગેવાનોએ વહીવટી તંત્રને પણ તાકીદ કરી કે નુકસાનગ્રસ્તોને તરત રાહત સામગ્રી પહોંચાડવામાં આવે અને તાત્કાલિક સર્વે કરી વળતર ચૂકવવામાં આવે.
આ રીતે કોંગ્રેસ આગેવાનોની મુલાકાતે અસરગ્રસ્ત ગામલોકોમાં થોડી આશાની લાગણી જોવા મળી હતી.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
