રાધનપુર તાલુકાના કલ્યાણપુરા સહિત અનેક ગામોમાં વીજ પુરવઠો છેલ્લા ત્રણ દિવસથી ઠપ્પ રહ્યો છે.
વરસાદી માહોલ વચ્ચે વીજળી ના હોવાના કારણે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ગ્રામજનોના આક્ષેપ મુજબ, UGVCL ની હેલ્પલાઇન પર સતત કોલ કરવા છતાં કોઈ જવાબ મળતો નથી.
કર્મચારીઓ સ્થળ પર હાજર ન થતાં લોકોએ જાતે જીવ જોખમમાં મૂકી ઝાડ કાપવાની તેમજ વાયરિંગ કરવાની ફરજ પડી હતી.
અચાનક વીજ પુરવઠો શરૂ થતા અનેક ઘરોમાં ટીવી, ફ્રિજ, પંખા, ચાર્જર અને બલ્બ સહિતના ઉપકરણો બળી ખાખ થયા છે, જેના કારણે લોકોનું મોટું આર્થિક નુકશાન થયું છે.
કલ્યાણપુરા ગામના ઠાકોર મનુભાઈએ જણાવ્યું હતું કે, “વીજ વિભાગની બેદરકારીને કારણે લોકો જીવના જોખમમાં કામ કરવા મજબૂર બન્યા.
હેલ્પલાઇન પર ફોન કરાયો છતાં કોઈ ફોન ઉપાડતું નથી.”
વિજળીના અભાવે ગામોમાં પાણી પુરવઠો, ખેતી તથા રોજિંદા જીવન ખોરવાઈ ગયું છે.
લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે અને તંત્ર સામે તાત્કાલિક કાર્યવાહી તથા થયેલા નુકશાન માટે વળતર આપવા માગ ઉઠી છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
