પાટણ જિલ્લાના સાંતલપુર ના નડિયા ગામે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ગામના આઠ યુવાનો નાહવા ગયા હતા ત્યારે પાણીમાં ડૂબી જતાં પાંચના મોત થયા છે, જ્યારે એક યુવાન હજુ લાપતા હોવાનું જાણવા મળે છે.
ત્રણ યુવાનોને સલામત બહાર કાઢવામાં આવ્યા છે.
દુર્ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું.

SDRFની ટીમે તરત જ શોધખોળ હાથ ધરી હતી.
જેમાં શરૂઆતમાં બે મૃતદેહ મળી આવ્યા હતા, ત્યારબાદ આજે વધુ બે મૃતદેહ મળી આવ્યા છે. હજુ એક યુવાનની શોધ SDRF દ્વારા યથાવત છે.
મૃતકોના નામ નીચે મુજબ છે :
ચૌધરી પ્રવીણભાઈ (35, રહે. નડિયા)
નાઈ જલારામભાઈ જયંતીભાઈ (25, રહે. નડિયા)
હીરાભાઈ લાલાભાઈ ભીલ (17, રહે. નડિયા)
ઉત્તમભાઈ ભીલ (35, રહે. નડિયા)
ગામમાં આ ઘટનાથી શોકનો માહોલ છવાયો છે.
મૃતક પરિવારોને સંતાપ આપવા સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોએ મુલાકાત લીધી હતી.
SDRF અને તંત્ર બાકી એક લાપતા યુવાનને શોધવા તલસ્પર્શી પ્રયાસો કરી રહ્યા છે.
The Gujarat Live News અહેવાલ મુકેશભાઈ પ્રજાપતિ સાંતલપુર
