મામલતદાર કચેરીએ ધસી જઈને આવેદનપત્ર : પેશકદમીના કારણે 2000  વીઘા ગૌચર જમીન ઘટીને 200 વીઘા બચી હોવાનો ઘટસ્ફોટ : ધરણા આંદોલન છેડવાની ચીમકી

અમરેલી, : સાવરકુંડલા તાલુકાના સાવર અને સામાપાદર ગામની સીમમાં આવેલી ગૌચરણની જમીન પર ગેરકાયદેસર પેશકદમી દૂર કરવાની માંગણી સાથે માલધારી સમાજે મામલતદાર કચેરીએ ઉમટી પડીને આવેદનપત્ર આપી રોષભેર રજૂઆત કરી હતી. માલધારી સમાજના આગેવાનો અને લોકોએ મોટી સંખ્યામાં મામલતદાર કચેરીએ પહોંચી સૂત્રોચ્ચાર કર્યા હતા અને આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

માલધારી સમાજના જણાવ્યા મુજબ, સાવર-સામાપાદર ગામની સીમમાં આશરે 2000 વીઘા ગૌચરની જમીન આવેલી છે. જોકે, હાલમાં માત્ર 200 વીઘા જેટલી જ જમીન ખુલ્લી છે, જ્યારે બાકીની વિશાળ જમીન પર દબાણો અને પેશકદમી થઈ ગયા છે.

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!