મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી, ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ, કચ્છ-ભુજ તથા I/C પોલીસ અધિક્ષકશ્રી, ડી.ડી.ચૌધરી સાહેબ, પાટણ નાઓએ પાટણ જીલ્લામા મિલ્કત સબંધી તેમજ ચોરીના બનાવ અટકાવવા તેમજ બનેથી શોધી કાઢવા અંગેના સુચના કરેલ હોઈ તેમજ મે. કે.કે.પંડયા સાહેબ ના.પો.અધિ. સા. શ્રી સિધ્ધપુર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેક્ટર શ્રી કે.જે.ભોયે સા.નાઓના માર્ગદર્શન મુજબ આજરોજ તા-૧૨/૦૯/૨૦૨૫ ના રોજ સર્વેલન્સ સ્ટાફના માણસો પો.સ્ટે વિસ્તારમા બનેલ ચોરીના બનાવો અટકાવવા તેમજ બનેથી શોધી કાઢવા માટે વિસ્તારમા પેટ્રોલીગમા હતા દરમ્યાન તેમને મળેલ બાતમી હકિકત આધારે પાટણ શહેરમા આવેલ ગોળશેરી ખેતરપાળનો પાડો વિસ્તારમાં આવેલ ફરીયાદી શ્રી કે જેઓ મુંબઈ ખાતે રહેતા હોવાની જાણ આરોપીને હોઇ જેથી દિવસના સમયે તેમના બંધ મકાનના ઘરની દરવાજાનુ લોક તોડી ઘરમા પડેલ તિજોરી તોડી રોકડ રૂપિયા ૮૦૦૦/- ની ચોરી કરેલ જે ચોરી કરનાર ઇસમને ચોરી કરેલ મુદ્દામાલ સાથે પકડી પાડી પાટણ સીટી એ ડીવીઝન પો.સ્ટે ગુ.૨.નં.૧૧૨૧૭૦૧૯૨૫૦૫૮૦/ર૦રપ બી.એન.એસ કલમ-૩૩૧(૩),૩૩૧(૪),૩૦૫ (એ) મુજબના ગુનાના કામે અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.

પકડાયેલ મુદ્દામાલની વિગતઃ-

(૧) રોકડા રૂપિયા-૮૦૦૦/- (૨) કટર ગ્રાઇન્ડર નંગ-૦૧ કિમત રૂપિયા-૧,૦૦૦/- (૩) તુટેલી કટર પ્લેટ નંગ-૦૨ કિમત રૂપિયા-૦૦/૦૦ (૪) પ્લગ વાયર નંગ-૦૧ કિમત રૂપિયા-૧૦૦/-

પકડાયેલ આરોપીની વિગતઃ-

(૧) જીતેન્દ્ર દીનેશભાઈ મોદી રહે-પાટણ ચાચરીયા પટણી દવાખાનાની સામે તા.જી-પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!