તા.09.09.2025 ને મંગળવારે રોટરી ક્લબ ઓફ રાધનપુર અને રોટરી વુમન વિંગ રાધનપુર ના સંયુક્ત ઉપક્રમે રોટરી ભવન રાધનપુર ખાતે રોટરી વિમેન વિંગ ના કોર્ડીનેટર મધુબેન ઓઝા ના માર્ગદર્શન હેઠળ * સુંદર કાંડ * યોજાયો. સમગ્ર કાર્યક્રમ માં વાતાવરણ ભક્તિમય અને ભાવ વિભોર બની ગયું. કાર્યક્રમ માં પાઠક વૃંદ માં સરોજબેન ઠક્કર અને રિંકુબેન ઠકકરે તેમના વાજિંદા ટિમ સાથે આગવી શૈલી માં સુંદર કાંડ નું ગાયન કર્યું. સમગ્ર કાર્યક્રમ અને પ્રસાદ ના સ્પોન્સર મંજુલાબેન આર.ગોકલાણી, અલકાબેન સી. ઠક્કર અને ક્રિષ્નાબેન એમ. મુલાણી બનેલ.રાધનપુર નગરમાંથી પણ અનેક ભાવિક મહિલાઓએ હાજરી આપી હતી. રોટરી ક્લબના પ્રમુખ ડૉ. પરેશભાઈ દરજીએ રોટરી ક્લબના આગામી કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને મહિલાઓની કામગીરીને બિરદાવી હતી.
સુંદરકાંડના સફળ સંચાલનમાં કો ઓર્ડીનેટર શ્રીમતિ ડૉ. મધુબેન ઓઝા ની સાથે નીકીતાબેન દરજી એ મુખ્ય ભૂમિકા ભજવી હતી
અને આભારવિધિ રોટરી ક્લબ ઓફ રાધનપુર ના ચાર્ટર પ્રમુખ ડૉ. મહેશભાઈ મુલાણીએ કરી હતી. કાર્યક્રમ માં રોટરી ક્લબ પ્રેસિડેન્ટ ડૉ. પરેશભાઈ દરજી, સેક્રેટરી કાંતિભાઈ નાઈ, ડૉ. સી .એમ. ઠક્કર,ડૉ.પ્રવીણભાઈ ઓઝા, ડૉ. દિનેશભાઇ ઠક્કર, ડૉ. કિશોરભાઈ ઠક્કર, ડૉ.ચિરાગભાઈ રાવલ, પરાસરભાઈ હાલાણી, મહેશ રાઠોડ, કલ્પેશભાઈ હરિ ૐ, તેમજ રોટરી વિમેન ની સમગ્ર ટિમ હાજર રહેલ. કાર્યક્રમ માં સંયોજક તરીકે દિલીપભાઈ પુજારા અને રાજેશભાઈ ઠકકરે કાર્ય કરેલ.
The Gujarat Live News અહેવાલ સુનિલભાઈ ગોકલાની ભાભર બનાસકાંઠા
