પાટણ શહેરના મુખ્ય માર્ગોમાં લાંબા સમયથી લોકો ખાડાઓના કારણે પરેશાન થઈ રહ્યા હતા. 

ખાસ કરીને પદ્મનાથ ચોકડીથી સ્વદુરવીલા સોસાયટી સુધીના માર્ગ પર વાહનચાલકોને રોજિંદા અવરજવર દરમિયાન ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.

વરસાદી મોસમમાં આ ખાડાઓમાં પાણી ભરાઈ જતા અકસ્માતની શક્યતાઓ પણ વધતી હતી.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આજ રોજ પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલની આગેવાની હેઠળ આર.સી.સી. ટ્રિમિક્સ વડે માર્ગના ખાડાઓ પુરવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો.

આ કાર્યમાં સ્થાનિક રહીશો સાથે કોંગ્રેસ પક્ષના કાર્યકરો પણ જોડાયા હતા.

રહીશો દ્વારા આનંદ વ્યક્ત કરતાં જણાવાયું કે લાંબા સમયથી આ માર્ગની સ્થિતિ જર્જરિત હોવાથી ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો, હવે મરામતથી રાહત મળશે.

ધારાસભ્ય કિરીટભાઈ પટેલે આ અવસરે જણાવ્યું કે પાટણ શહેરમાં તબક્કાવાર રીતે રસ્તાઓની મરામત કાર્ય હાથ ધરાશે.

લોકોની આવનજાવન વધુ સુવિધાજનક બને તે માટે જરૂરી કામો ઝડપથી પૂર્ણ કરવામાં આવશે.

સાથે જ નગરજનોના સહકારથી શહેરના વિકાસ કાર્યોને વેગ મળશે તેવી આશા વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે હાજર રહીશોએ ધારાસભ્યનો આભાર વ્યક્ત કરતાં ભવિષ્યમાં અન્ય વિસ્તારોમાં પણ ઝડપથી માર્ગ સુવિધા ઉપલબ્ધ થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!