‘એક પેડ મા કે નામ’ અંતર્ગત વૃક્ષારોપણનુ આયોજન કરવામાં આવ્યું.

આજે ઊંઝા તાલુકાના દાસજ ગામે શ્રી દાસજીયા ગોગા મહારાજના મંદિરે સામાજીક વનીકરણ વિભાગ મહેસાણા વિસ્તરણ રેન્જ ઊંઝા દ્વારા 76મો વન મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ગ્રામજનોને રોપાઓનું વિતરણ કરી મંદિર સંકુલમાં ઉત્સાહભેર વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે મહેસાણા લોકસભા સાંસદ શ્રી હરિભાઈ પટેલ, મુખ્ય મહેમાન તરીકે ઊંઝા ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ, અતિથિ વિશેષ ઊંઝા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી નિલેશભાઈ પટેલ, ઊંઝા તાલુકા ભાજપ પ્રમુખ હર્ષદભાઈ પટેલ, અન્ય હોદ્દેદારો, વન વિભાગના અધિકારીઓ, સરપંચશ્રીઓ, મંદિરના ટ્રસ્ટીઓ અને ગ્રામજનો કાર્યક્રમમા હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વ્રુક્ષારોપણથી સમાજમાં પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપવાનો હતો.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
