અણહિલવાડ ગૌ ભક્તિ મહોત્સવ અંતર્ગત ૧ ડિસેમ્બર થી ૭ ડિસેમ્બર સુધી પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝાના મુખાર વિંદે પાટણ ની હરીઓમ ગૌશાળા અને ગૌ હોસ્પિટલ અનાવાડા ના લાભાર્થે યોજાનાર ગૌ ભાગવત કથા ને સફળ બનાવવા માટે આજે પાટણ માર્કેટ યાર્ડમાં વિરાટ સજ્જન શક્તિ ગૌ સંમેલન યોજાયું હતું

જેમાં ૨૦૦૦ કરતાં વધારે ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત સજ્જન શક્તિ ને આશિર્વચન આપતાં પૂજ્ય મુકુંદ પ્રકાશજી મહારાજે જણાવ્યું હતું કે પાટણ અને પાટણ પંથકના વિસ્તારોમાં ગૌ માતા ના આશીર્વાદ થી,અનેક સંતો ના પાટણ માં પગલાં પડવાથી આ ધરતી પાવન થવાની છે ૧૦૮ ગૌ માતા નું પૂજન, સુરભી યજ્ઞ, ભાગવત નું રસપાન, વૈદિક સરસ્વતી નદી નું પૂજન માં લાખો લોકો ની ઉપસ્થિતિ એ ઐતિહાસિક બની રહેશે આજના સંમેલનમાં પાટણ ના ધારાસભ્ય શ્રી ડો.કીરીટ ભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તેમણે ખાત્રી આપી હતી કે ભાગવત કથા ના વિશાળ આયોજન માં પોતે જરૂરી તમામ સહયોગ આપશે આજના સંમેલનમાં વક્તા તરીકે ઉપસ્થિત શ્રી મનજીત ભાઈ બારોટે જણાવ્યું હતું કે *ગાય બચશે તો દેશ બચશે* ગૌ ઉત્પાદીત વસ્તુઓનો ઉપયોગ કરી ને પણ ગૌ સેવા કરી શકાય છે અનેક દ્રષ્ટાંતો દ્વારા એમણે ગૌ માતા નો મહિમા જણાવ્યો હતો છે એની જવાબદારી આપણા સૌની છે ગૌ ભાગવત કથા ની ચાલી રહેલ તૈયારીઓ અંગે શ્રી ભીખાભાઈ પટેલે જણાવ્યું હતું કે હરીઓમ ગૌશાળા ને આર્થિક રીતે સધ્ધર બનાવવા માટે સૌને પોતાના થી બનતો યથાર્થ ફાળો આપવો જોઈએ એમણે જણાવ્યું હતું કે તારીખ ૨૨ સપ્ટેમ્બર થી ગામે ગામ રથયાત્રાઓ નિકળવાની છે જેનું પ્રસ્થાન વાળીનાથ ચોક થી સવારે નવ વાગ્યે થશે ઉપરાંત નાની મોટી બેઠકો, શોભાયાત્રા, સમગ્ર પાટણ ને શણગારવામાં આવશે,કમાનો, બેનરો ઠેર ઠેર લગાવી સૌનું સ્વાગત કરવામાં આવશે સમગ્ર કથા સામાજિક સમરસતા ના આધાર પર થશે જેનો પ્રારંભ ૧૧ વાલ્મીકિ સમાજની દીકરીઓ પૂજ્ય રમેશભાઈ ઓઝા ને કુમકુમ તિલક કરી કથા પ્રારંભ થશે પાટણ ની તમામ સોસાયટીઓમાં રથ દ્વારા સંપર્ક કરવામાં આવશે સંમેલન માં શ્રી દીનેશભાઈ જોષી એ કથા માટે પોથી યજમાન તથા અન્ય દાતાશ્રીઓ ની જાહેરાત કરી એમનું પૂજ્ય મુકુંદ પ્રકાશજી મહારાજ ના હસ્તે સન્માન કરાવ્યું હતું એ.પી.એમ.સી.ના ચેરમેન શ્રી સ્નેહલ ભાઈ પટેલે પોતાની આગવી શૈલીમાં ઉપસ્થિત તમામ ને ગૌ મય બનાવ્યા હતા તેમણે જણાવ્યું હતું કે આપણા સહુ માટે આ એક સોનેરી અવસર છે અને પૂજ્ય મુકુંદ પ્રકાશજી મહારાજ ને ભગવાને આપણી વચ્ચે એટલા માટે મોકલ્યા છે કે આ પાટણ ની ધરતી ગૌ માતા ના આશીર્વાદ થી સલામત રહે તેમણે જણાવ્યું હતું કે આ માર્કેટ યાર્ડ આજે પવિત્ર બન્યું છે ખેડૂતો આધારિત આ બજારના હજારો ખેડૂતોને ચોક્કસ ફાયદો થશે , સમગ્ર આયોજન માં માર્કેટ યાર્ડની જે પણ જરૂર જણાય એમાં મદદરૂપ બનવાની ખાત્રી આપી હતી અને જણાવ્યું હતું કે રથયાત્રા જે પણ ગામમાં જશે ત્યાં ખેડૂતો ઉપસ્થિત રહેશે સંમેલનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના જીલ્લા કાર્યવાહ શ્રી નિલેશભાઈ ગોહીલે શતાબ્દી વર્ષ ની જાણકારી આપતા જણાવ્યું હતું કે આગામી પાંચ ઓક્ટોબર ના દિવસે વિજ્યાદશમી ઉત્સવ માં સૌ સહભાગી બની મોટી સંખ્યામાં પ્રગતિ મેદાનમાં ઉપસ્થિત રહીએ આજના સંમેલન ના ભોજન દાતા શ્રી હરગોવન ભાઈ શિર વાડીયા એ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું આજના સંમેલનમાં કથા ના મુખ્ય દાતા શ્રી ચેતનભાઈ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા સંમેલન ને સફળ બનાવવા માટે ગૌશાળા ના કાર્યકર્તાઓએ સફળ મહેનત કરી હતી અનેક સામાજિક, રાજકીય, ધાર્મિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં માતૃશક્તિ પણ ઉપસ્થિત રહી હતી કાર્યક્રમનું સંચાલન શ્રી ભુદર ભાઈ શિર વાડીયાએ કર્યું હતું તથા આભાર દર્શન ગૌ ભક્ત અને સામાજિક અગ્રણી શ્રી યતિન ભાઈ ગાંધીએ કર્યો હતો.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર Mo – 987 986 1970
