વાતો નહી નક્કર કામો કરી ઘારાસભ્ય જનકભાઇ તળાવીયા એ પોતાના મત વિસ્તારના લોકો નુ દીલ જીતી વિકાસના અનેક કામો સરકાર માથી લાવ્યા લોકો એ ઘારાસભ્ય ની કામગીરી બીરદાવી
બાબરા તાલુકાના અમરવાલપુર ગામમાં આવેલા તળાવના સમારકામ માટે રાજ્ય સરકારે 23 લાખનો ખર્ચ મંજૂર કર્યો છે. આ તળાવના રિપેરિંગની સૈદ્ધાંતિક મંજૂરી મળતાં સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ છે. આ કામગીરી માટે ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવીયાએ સતત રજૂઆતો કરી હતી.
અમરવાલપુર ગામનું આ તળાવ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતું. વરસાદી પાણીનો સંગ્રહ ન થવાને કારણે આસપાસના વિસ્તારમાં ભૂગર્ભજળના સ્તરમાં ઘટાડો થયો હતો. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને, લાઠી-બાબરાના ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવીયાએ સરકારમાં અનેકવાર રજૂઆતો કરી હતી અને તેના પરિણામ સ્વરૂપે 23 લાખના ખર્ચે તળાવના સમારકામ માટે સૈદ્ધાંતિક મંજૂરી મળી છે.
આ કામગીરીમાં તળાવનું નવીનીકરણ, પાળાનું સમારકામ, ઊંડું ઉતારવું અને ગેટ-રેલિંગ સહિતના કામો હાથ ધરવામાં આવશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી પાણીનો સંગ્રહ વધશે, જેનાથી ભૂગર્ભજળનું સ્તર ઊંચું આવશે અને ખેડૂતોને પણ ફાયદો થશે. તળાવના વિકાસથી ગામની સુંદરતામાં પણ વધારો થશે અને પશુઓ માટે પણ પાણીની સુવિધા ઉપલબ્ધ થશે. ધારાસભ્ય શ્રી તળાવીયાએ આ મંજૂરી બદલ રાજ્ય સરકાર અને સંબંધિત વિભાગનો આભાર વ્યક્ત કર્યો છે.
The Gujarat Live News રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર
