રાધનપુર ના આરોગ્ય કાર્યકર ચિરાગ ચાવડા ની નોકરી ના 10 વર્ષ પુરા થતા અનોખી રીતે ઉજવણી કરી

રાધનપુર તાલુકાના રવિનગર ખાતે આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે ફરજ બજાવતા આરોગ્ય કાર્યકર ચિરાગ એસ ચાવડા દ્વારા પોતાને નોકરીના ૧૦ વર્ષ પૂર્ણ થતા જેમાં રવિનગર ગામના વયોવૃદ્ધ ૭૦ વર્ષ થી વધુ ઉંમરના લોકોને આયુષ્યમાન કાર્ડ બનાવી ને સ્વખર્ચે લાભાર્થી ને આયુષ્માન કાર્ડ તેમજ રોપા નું વિતરણ વિતરણ કરવામાં આવ્યા હતા. જેમાં આરોગ્ય કાર્યકર દ્વારા ૪૧ જેટલા લાભાર્થીને આયુષ્માન કાર્ડ તેમજ અલગ અલગ રોપા આપવામાં આવ્યા હતા. પોતાની નોકરી ના ૧૦ વર્ષ પૂર્ણ થતાં એક ઉજવણીના ભાગરૂપે આ આયુષ્માનકાર્ડ એન અલગ અલગ રોપા નું વિતરણ કરવામાં આવ્યું હતું. પોતાની આરોગ્ય ની ફરજ ઉપરાંત ગ્રામજનો ને સામાજિક પ્રવૃત્તિ કરીને મદદ રૂપ બને છે. આ સેવાકીય પ્રવૃત્તિ કરી ને લોકો અનોખો રાહ ચીંધી રહ્યા છે. આમ આ આરોગ્ય કાર્યકર ચિરાગ ચાવડા ખરેખર આ અનોખી પેહલ કરી છે જે બિરદાવવા લાયક છે

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!