જિલ્લાના ચાર તાલુકામાં યોજાયેલ કેમ્પમાં 3644 દર્દીઓએ લાભ લીધો

આરોગ્ય અને પરિવાર-કલ્યાણ વિભાગ ગાંધીનગર તથા નિયામક શ્રી આયુષ ની કચેરી ગાંધીનગર દ્વારા પ્રેરિત અને આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત પાટણના માર્ગદર્શન હેઠળ માનનીય યશશ્વી પ્રધાનમંત્રીના જન્મ દિવસ નિમિત્તે પાટણ જિલ્લાના પાટણ, સિદ્ધપુર, ચાણસ્મા અને રાધનપુર તાલુકા સ્તરે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું.

જે અંતર્ગત પાટણમા શ્રમ જીવી સોસાયટી

ખાતે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિદાન કેમ્પના લાભાર્થી-૨૪૪, અમૃત પેય લાભાર્થી – ૫૩૦, આરસેનિક આલ્બમ લાભાર્થી – ૪૩૨, આયુષપરી સંવાદ લાભાર્થી-૬૦ જ્યારે રાધનપુરમા શ્રમ કચ્છ વાગડ લુહાણા સમાજની વાડી ખાતે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નિદાન કેમ્પના લાભાર્થી- ૧૫૮, અમૃત પેય લાભાર્થી-૩૪૫, આરસેનિક આલ્બમ લાભાર્થી-૨૩૫, આયુષપરી સંવાદ લાભાર્થી-૪૫૬, ચાણસ્મામા શારદાબા સંસ્કાર ભવન ખાતે નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું જેમાં નિદાન કેમ્પના

લાભાર્થી-૧૨૦, અમૃત પેય લાભાર્થી-૧૬૮, આયુષપરી સંવાદ લાભાર્થી-૨૨૦, સિદ્ધપુરમા પ્રજાપતિ વાડી ખાતે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં નિદાન કેમ્પના લાભાર્થી- ૫૭, આરસેનિક આલ્બમ ૩૨, આયુષપરી સંવાદ લાભાર્થી-૪૮ લાભાર્થીઓએ લાભ લીધો હતો

આમ વિવિધ પ્રકાર ના દર્દી જેવા કે સાંધા ના રોગો, વાયરલ ફીવર, પેટના રોગો, ચામડી ના રોગો, સીઝનલ ફલૂ આમ વિવિધ પ્રકાર ના લોકો એ લાભ લીધો હતો.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!