કેમ્પમાં ૧૬૧થી વધુ દર્દીઓએ લાભ લીધો
પાટણ તાલુકાના બોરસણ ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્વસ્થ નારી સશકત પરિવાર અભિયાન અંતર્ગત અલગ-અલગ તબીબી તજજ્ઞો દ્રારા મેડીકલ કેમ્પનું આયોજન બપોરે ૨:૦૦ કલાક થી સાંજે ૫:૦૦ કલાક સુધી રાખવામાં આવ્યું હતું જેમાં કુલ -૧૬૧ લાભાર્થીઓએ લાભ લીધેલ હતો.
આ મેડીકલ કેમ્પનું આયોજન તાલુકા હેલ્થ કચેરી,પાટણ દ્રારા કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકા હેલ્થ ઓફીસર ર્ડા.અલ્કેશ સોહલ, ર્ડા.અંબાલાલ પટેલ – કેમ્પ સંયોજક, ર્ડા.મિલિન્દ્ર પટેલ – ડેન્ટીસ્ટ, ર્ડા.કિશોર ઠકકર- ચામડી રોગ નિષ્ણાત, ર્ડા.દ્રારકેશ પ્રજાપતિ- બાળ રોગ નિષ્ણાત, ર્ડા.આદિત્ય પટેલ- સર્જન, ર્ડા.પ્રિયા પટેલ – સ્ત્રી રોગ નિષ્ણાત, ર્ડા.સંજય રાજપૂત- ફીજીશીયન, ર્ડા.કિશન સોની- કાન,નાક,ગળાના નિષ્ણાત, ર્ડા.હાર્દિક પટેલ – હાડકાના રોગોના નિષ્ણાત દ્રારા કેમ્પમાં દર્દીઓને તપાસ કરીને દવાઓ આપવામાં આવી હતી. જેમાં લેબોરેટરી તપાસ – ૧૦૨ લાભાર્થીઓની કરવામાં આવી હતી.આ કેમ્પમાં ૧૦૧- સ્ત્રીઓ તેમજ ૬૦- પુરુષોએ લાભ લીધો હતો. આ કેમ્પમાં તાલુકા હેલ્થ કચેરી,પાટણનો સ્ટાફ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બોરસણનો તમામ સ્ટાફ ઉપસ્થીત રહેલ હતો.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
