અંખડ ભારતનાં શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતિ પૂર્વે કર્મ ભૂમિ બારડોલીથી ધર્મસ્થાન નિકળેલી સરદાર સન્માન યાત્રા કડીમાં પધારી ત્યારે શ્રી એમ.એન.પટેલ પ્રાથમિક શાળાનાં આચાર્ય અને સામાજિક કાર્યકર ખોડાભાઈ પટેલે શાળાનાં સ્ટાફ મિત્રો તથા બાળકો સહિત ઉપસ્થિત રહી શ્રધ્ધાભાવ થકી સરદાર સન્માન યાત્રા રથનું તથા સાથે નિકળેલા કર્મઠ સેવા કાર્યકર્તાઓનું અભિવાદન કરી બાળકોને સરદાર વલ્લભભાઈ પટેલનાં જીવન-કવન અંગે સમજ આપી હતી.

આ યાત્રા કુલ -12 દિવસમાં 1800 કિલોમીટર અંતર કાપી 18 જિલ્લા, 62 તાલુકા અને 355 ગામોને આવરી કર્મથી ધર્મની યાત્રા સંપન્ન થશે.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo -987 986 1970
