ગુજરાત રાજ્યના બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયક સાહેબનો જન્મદિવસ આજે રાધનપુરમાં અનોખી રીતે ઉજવાયો હતો. 

સામાન્ય રીતે જન્મદિવસે શુભેચ્છા, કાર્યક્રમો કે સન્માન યોજાય છે, પરંતુ આ વખતે સાંસદશ્રીએ પોતાનો જન્મદિવસ નગરની સેવા વસતીના નિર્દોષ નાનાં બાળકો સાથે ઉજવવાનો નક્કી કર્યો હતો.

આ અવસરે બાળકોને મેંગો ફુટી, ચોકલેટ અને આઈસક્રીમનું વિતરણ કરવામાં આવ્યું હતું.

નાનકડાં બાળકોને આ મીઠાશ મળી ત્યારી ખુશીના ચહેરા સૌના દિલ જીતી ગયા હતા.

એક પ્રકારથી સાંસદશ્રીએ પોતાના જન્મદિવસને સામાજિક સેવા અને આનંદમય વાતાવરણ સાથે જોડીને ઉજવ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન સ્થાનિક આગેવાનો, કાર્યકરો તથા સામાજિક કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

સૌએ મયંકભાઈ નાયકને દીર્ઘાયુ, સારુ આરોગ્ય અને જનસેવાના કાર્યમાં સતત પ્રગતિ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે એક સંદેશ પણ આપવામાં આવ્યો કે “જન્મદિવસે આનંદ માત્ર પોતાને જ નહિ, પરંતુ સમાજ સાથે વહેંચવો જોઈએ.”

The Gujarat Live News 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!