બાબરા તાલુકાના લાલકા ગામે આઝાદી પછી નો વર્ષો જુનો પાણી નો પ્રશ્ન હલ કરતા ઘારાસભ્ય જનકભાઇ તળાવીયા અને જીલ્લા પંચાયત સદસ્ય પ્રાભાતભાઇ કોઠીવાળ

લાઠી-બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવીયાના પ્રયાસોથી અંદાજીત રૂ. ૧.૫૦ કરોડના ખર્ચે નવીન પાઇપલાઇન મંજૂર

બાબરા તાલુકાના લાલકા ગામમાં વર્ષો જૂની પીવાના પાણીની સમસ્યાનો હવે અંત આવશે. લાઠી-બાબરાના ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવીયાના સતત પ્રયાસોથી ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા ગામ માટે નવીન 150 મીમી વ્યાસની ડી.આઈ.કે 7 પાઇપલાઇન માટે અંદાજે રૂ. 1.50 કરોડની રકમ મંજૂર કરવામાં આવી છે.

લાલકા ગામના લોકો લાંબા સમયથી પીવાના પાણીની અછતનો સામનો કરી રહ્યા હતા. આ અંગે ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી, જેને ધ્યાનમાં રાખીને ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ રાજ્ય સરકાર અને પાણી પુરવઠા બોર્ડ સમક્ષ આ મામલો ઉઠાવ્યો હતો. તેમના સઘન પ્રયાસોને પરિણામે, આ મહત્વપૂર્ણ યોજનાને તાત્કાલિક મંજૂરી મળી છે.

આ નવીન પાઇપલાઇનના નિર્માણથી ગામના દરેક ઘર સુધી પૂરતા પ્રમાણમાં શુદ્ધ પીવાનું પાણી પહોંચાડી શકાશે, જેનાથી ગ્રામજનોને મોટી રાહત મળશે. આ વિકાસ કાર્ય બદલ લાલકા ગામના સરપંચ અને ગ્રામજનોએ ધારાસભ્ય જનકભાઈ તળાવીયાનો આભાર વ્યક્ત કર્યો છે. આ યોજનાનું કામ ટૂંક સમયમાં જ શરૂ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.

The Gujarat Live News 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!