શ્રી રામજીભાઈ ખેતાભાઈ ચૌધરી આદર્શ સાયન્સ કોલેજ,રાધનપુર ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી રાધનપુર શાખા ના સંયુક્ત ઉપક્રમે સાયન્સ વિભાગના 95 જેટલા વિદ્યાર્થીઓના થેલેસેમિયા ટેસ્ટ કરવામાં આવ્યા તેમજ થેલેસેમિયા ની વિસ્તૃત માહિતી આપવામાઆવી. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી રાધનપુર ના ચેરમેન શ્રી ડૉ. નવીનભાઈ ઠક્કર ના માર્ગદર્શન હેઠળ થેલેસેમિયા નો કાર્યક્રમ સફળ થયો. આ કાર્યક્રમમાં શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ રાધનપુરના પ્રમુખ ભવાનભાઈ ચૌધરી અને મંત્રી હરજીભાઈ ચૌધરી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી રાધનપુર ના હોદેદારો, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી કર્ણાવતીના ઇન્ચાર્જ સંજયભાઈ,પ્રકાશભાઈ તેમજ સાયન્સ વિભાગના હેડ મૌલિકભાઈ સ્ટાફગણ,વિધાર્થીઓ હાજર રહ્યા હતા.આ કાર્યક્રમનું સંચાલન ઉર્મિલાબેન દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
