અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ધામેલ ગામના ભરવાડ સમાજના વીરપુત્ર મેહુલભાઈ મેપાભાઈએ ભારતીય સેનામાં ફરજ બજાવતા દેશની રક્ષા માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી વીરગતિ પ્રાપ્ત કરી છે.

ફરજના નિર્વહણ દરમ્યાન થયેલી આ દુઃખદ ઘટના સમગ્ર ગામ અને વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી ગઈ છે.

મેહુલભાઈએ દેશપ્રેમ, શૌર્ય અને સમર્પણનો અદ્વિતીય દાખલો પુરો પાડ્યો છે. 

તેમના શૌર્યને સમગ્ર રાષ્ટ્ર હંમેશા યાદ રાખશે.

ગામના લોકોમાં ગૌરવની સાથે ઊંડો શોક વ્યાપ્યો છે.

સ્થાનિક આગેવાનો, સમાજના પ્રતિનિધિઓ તેમજ ગામજનો દ્વારા શહિદ પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી રહી છે.

ભગવાન વિરવર શહિદની આત્માને ચિરશાંતિ આપે અને પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે તેવી સૌ કોઈ હૃદયપૂર્વક પ્રાર્થના કરી રહ્યા છે.

🇮🇳 શહિદ અમર છે… જવાન અમર છે… 🇮🇳

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!