હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 6 દિવસ, એટલે કે 21થી 27 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી ચાર દિવસ ભારે વરસાદી ઝાપટાંની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ખાસ કરીને મધ્ય ગુજરાતમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, અમદાવાદમાં આગામી ચાર દિવસ સુધી વાતાવરણ વાદળછાયું રહેશે અને હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે. રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતાઃ અંબાલાલ
22 સપ્ટેમ્બર સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. પુન: વરસાદ અંગે જોઈએ તો નવરાત્રિની શરૂઆતમાં રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. 27મી સપ્ટેમ્બરથી 5મી ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. 28 સપ્ટેમ્બરથી લગભગ 2-3 ઓક્ટોબર વચ્ચે ભારેથી અતિભારે વરસાદ રાજ્યના ઘણા ભાગોમાં થવાની શક્યતા છે. કોઈ ભાગમાં 4થી 6 ઇંચ, તો કોઈક ભાગમાં 8 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે, એટલે કેટલીક નાની નદીઓમાં પૂરની સ્થિતિ પણ સંભવી શકે અને આ વરસાદથી વીજ પ્રપાતથી જાન-માલની જાળવણી એ હિતાવહ છે. (20 સપ્ટેમ્બરના વરસાદની પળેપળનાં અપડેટ વાંચો) નવરાત્રિ પર ભારે વરસાદ પડવાની સંભાવનાઃ પરેશ ગોસ્વામી
2025નું ચોમાસુ તેના અંતિમ ચરણમાં છે, ત્યારે બંગાળની ખાડીમાં એક સાઇકલોનિક સર્ક્યુલેશન બનવા જઈ રહ્યું છે, જેના કારણે નવરાત્રિ પર ભારે વરસાદ પડવાની સંભાવના છે. એક પછી એક સિસ્ટમો સક્રિય થતાં ડિસેમ્બરમાં પણ વરસાદની શક્યતાઃ અંબાલાલ
આગામી સમયમાં વરસાદની આગાહી કરતા હાવમાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, નવરાત્રિની શરૂઆતમાં રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. 27મી સપ્ટેમ્બરથી 5મી ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. 28 સપ્ટેમ્બરથી લગભગ 2-3 ઓક્ટોબર વચ્ચે ભારેથી અતિભારે વરસાદ રાજ્યના ઘણા ભાગોમાં થવાની શક્યતા છે. કોઈ ભાગમાં 4થી 6 ઇંચ, તો કોઈક ભાગમાં 8 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે, એટલે કેટલીક નાની નદીઓમાં પૂરની સ્થિતિ પણ સંભવી શકે અને આ વરસાદથી વીજ પ્રપાતથી જાન-માલની જાળવણી એ હિતાવહ છે. આ વખતે ઓક્ટોબરમાં પણ બંગાળના સાગરમાં ચક્રવાત બનવાની શક્યતા રહેશે. નવેમ્બરમાં પણ ચક્રવાત બનવાની શક્યતા રહેશે, એટલે ઓક્ટોબર માસમાં 10થી 12 ઓક્ટોબરમાં હવામાનમાં પલટો આવશે. વાદળછાયું વાતાવરણ અને ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે. ત્યાર બાદ પણ હવામાનમાં પલટો આવશે અને રાજ્યના ભિન્ન-ભિન્ન ભાગોમાં ત્યાર પછી ચોમાસું ઊતરે પછી માવઠું થવાની શક્યતા રહેશે. 7 નવેમ્બરથી એક ભારેથી અતિભારે વરસાદ, પોસ્ટ મોન્સૂન એટલે જે ભારતમાં લગભગ મોટા ભાગના વિસ્તારોમાંથી ચોમાસાની પીછેહઠ થઈ છે, ત્યારે દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. અરબ સાગર વધારે સક્રિય થશે, જેના કારણે નવેમ્બરમાં પણ ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે અને વરસાદ આવી શકે છે, એટલે એક પછી એક બધી સિસ્ટમોને કારણે લગભગ નવરાત્રિથી લઈને નવેમ્બરની શરૂઆત અને ડિસેમ્બરની શરૂઆત સુધીમાં ક્યાંક વરસાદ તો ક્યાંક માવઠું થવાની શક્યતા રહેશે.
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!