ગઈ તારીખ ૧૭/૦૯/૨૦૨૫ના રોજ રાધનપુર શહેરના રાધનપુર મસાલી રોડ પર આવેલ સરસ્વતી નગર સોસાયટીમાં રહેતા નર્મદાબેન બીપીનભાઈ પ્રજાપતિ ઉ.વ.૫૭ વર્ષ વાળાનું માથામાં ગંભીર ઇજાઓ થવાના કારણે સારવાર દરમ્યાન ધારપુર હોસ્પિટલ ખાતે મૃત્યુ થયેલ, જે અંગે તેમના પરિવારે કોઈપણ પોલીસ કાર્યવાહી કર્યા સિવાય મૃતકના અંતિમ સંસ્કાર કરેલા અને ત્યારબાદ બીજા દિવસે મૃતકના પરિવાર આમ આદમી પાર્ટીના નેતા ગણપતભાઇ જોષી તેમજ કોંગ્રેસના રાધનપુર શહેર પ્રમુખ દ્વારા મૃતકના પરિવાર જનોને મળીને જણાવેલ કે નર્મદાબેનનું મૃત્યુ R&B વિભાગ દ્વારા રોડ પર બનાવેલ વોટર ડ્રેન વરસાદી નિકાલ માટેની ગટરમાં પડી જવાથી થયેલ હોઇ જે બાબતમાં પરિવારજનો તથા આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસ દ્વારા વિવિધ ઇલેક્ટ્રોનિક મિડીયામાં નિવેદન આપવામાં આવેલ અને R&B વિભાગ પાસે ન્યાય તથા વળતરની માંગણી કરેલ, જે અન્વયે નાયબ કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન પેટા વિભાગ દ્વારા રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે લેખિત રજૂઆત કરવામાં આવેલ,
જે અન્વયે મે. પોલીસ મહાનિરિક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા મે. પોલીસ અધિક્ષક શ્રી વી.કે.નાયી સાહેબનાઓએ સુચના કરેલ જે બાબતે ના.પો.અધિક્ષકશ્રી ડી.ડી. ચૌધરી સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ રાધનપુર પોલીસ સ્ટેશન દ્વારા બનાવ સ્થળની વિઝિટ કરી આજુબાજુના લોકોને પૂછપરછ તેમજ સીસીટીવી ચેક કરેલ. બનાવમાં મૃત્યુ પામનાર નર્મદાબેનના દીકરા ચેતનભાઇ બિપીનભાઈ પ્રજાપતિ તથા રીક્ષા ચાલક દિલીપભાઈ ઓખાભાઈ પરમારને આ સદર બનાવ બાબતે પૂછપરછ કરતા તેમજ સી.સી.ટી.વી. આધારે સદર બનાવ રસ્તો ક્રોસ કરતા હતાં તે વખતે રીક્ષાથી ટક્કર લાગતાં પડી જતાં બનેલ હોવાની સત્ય હકિકત બહાર આવેલ. જેથી સમગ્ર બનાવ બાબતે મરણ જનારના દિકરા ચેતનભાઇએ રિક્ષા ચાલક વિરુદ્ધ પુર ઝડપથી અને બેદરકારીથી રીક્ષા ચલાવી પોતાની માતાના મૃત્યુ નિપજાવેલ હોઇ તેમજ પોતે અકસ્માત મોતનો બનાવ હોવા છતાં તેવું જાણવા છતાં પોતાની માતાનું મૃત્યુ ગટરમાં પડી જવાથી થયેલ હોઇ તેવી ખોટી માહિતી આપેલ હોઇ તે તમામ વિરુદ્ધ રાધનપુર પો. સ્ટે. ખાતે બી.એન.એસ. કલમ-૨૮૧,૧૦૬(૧), ૨૪૦ તથા મોટર વાહન અધિનિયમ કલમ-૧૭૭, ૧૮૪ મુજબ ગુન્હો દાખલ કરી રીક્ષા ચાલકને અટક કરી વધુ તપાસ હાલ રાધપુર પો.સ્ટે. દ્વારા ચાલુમાં છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
(૧) દિલીપભાઈ ઓખાભાઈ પરમાર રહે. સોનલનગર સોસા. રાધનપુર, તા.રાધનપુર, જી.પાટણ
