તા- 21-09-25 રવિવાર ઊંઝા તાલુકાના ટુંડાવ ગામે શ્રેયસ વિદ્યાલય ખાતે સમસ્ત ટુંડાવ પરિવારના અનેક દાતાશ્રીઓના સહયોગથી આયોજીત આરોગ્ય યજ્ઞ HPV રસીકરણ (સર્રવા વેક રસી) સર્વે જ્ઞાતિની 9 થી 14 વર્ષ દીકરીઓને 2 ડોઝ અને 15 વર્ષથી મોટી ઉંમરની દીકરીઓને 3 ડોઝ માં નો આજે પ્રથમ ડોઝ 310 દીકરીઓ ને આપવામાં આવ્યો હતો.

જેમાં સર્વે ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સેવા યજ્ઞમાં દાતાઓ, સેવકો સાથે ઊંઝાથી રોટરી પરિવાર અને આર. કે. ફાઉન્ડેશનના સભ્યો પણ સેવામાં જોડાયા હતા.
The Gujarat Live News
અહેવાલ :આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
