સાતલપુર તાલુકાના વારાહી ગામમાં શ્રી ભાણ સાહેબનુ મંદિર આવેલું છે જે મંદિરમાં ખુદ ભાણ સાહેબે ત્યાં વસવાટ કરી ગયેલ ત્યાંથી તેઓ નીકળી કમીજડા ગામે ગયેલ આજ પણ અનેક જગ્યાએ શ્રી ભાણ સાહેબના મંદિર આવેલા છે

અને ત્યાં નિત્યક્રમ મુજબ થાળ ધરાવવામાં આવે છે જ્યારે વારાહી ગામમાં આ પ્રથા બંધ હતી તેથી સમસ્ત ગામજનોએ મળી ભાણ સાહેબને થાળ ધરાવવાનું પ્રથા ચાલુ કરવાનો નિર્ણય કર્યું હતું . આજે રમેશભાઈ છગનભાઈ ઠક્કર R C દ્વારા શ્રી ભાણ સાહેબને પ્રથમ થાળધરી હવે નિત્ય ભાણ સાહેબને થાળ ધરાવવામાં આવશે તે પ્રથા ચાલુ કરવામાં આવી છે ગામ લોકો પણ આ પ્રસંગમાં હાજર રહી ભાણા સાહેબને થાળ ધરાવી ધન્યતા અનુભવી હતી
