આજરોજ આઈસીડીએસ ઘટક ભાભરમાં બી.આર.સી ભવન મીટીંગ હોલ ખાતે ઘટક કક્ષાના પોષણ ઉત્સવ 2025 ની ઉજવણી કરવામાં આવી

જેમાં વાનગી સ્પર્ધા યોજવામાં આવી કાર્યકર બહેનો દ્વારા ટી એચ આર માંથી તેમજ મિલિટ માંથી વિવિધ વાનગીઓ બનાવીને લાવવામાં આવી હતી જેમાંથી ટીએચ આર માંથી એક થી ત્રણ નંબર તેમજ મિલિટ માંથી એક થી ત્રણ નંબર આપવામાં આવેલ. જેમાં ટી એચ આર માંથી બનાવેલ વાનગીમાં પ્રથમ નંબર વિધિબેન.કે. ગોકલાણી આગણવાડી કેન્દ્ર નંબર 10. તેમજ મિલેટ્સ વાનગીમાં પ્રથમ નંબરે ભાવનાબેન ઠાકોર કુવાળા આંગણવાડી કેન્દ્ર નંબર 1. આવેલ. અત્યારે આઠમો રાષ્ટ્રીય પોષણ માસ ચાલી રહ્યો હોય તેને અનુલક્ષીને પ્રોગ્રામમાં ઉપસ્થિત તમામે પોષણ શપથ લીધા હતા.આ પ્રોગ્રામમાં મહિલાના સ્વાસ્થ્ય પર કામ કરતી ટાઇન્સ કંપનીમાંથી પ્રજાપતિ ઉર્વશી,રાવલ શીતલ એ બહેનોને સેનેટરી પેડ વિશે માહિતગાર કર્યા હતા.

આ પ્રોગ્રામમાં RBSK મેડિકલ ઓફિસર ડોક્ટર જીતેન્દ્ર દરજી, ફાર્માસિસ્ટ નિતેશ પઢાર,આઇઆરડી શાખા વિસ્તરણ અધિકારી મહેશભાઈ સુવાતર, ખેતીવાડી વિસ્તરણ અધિકારી સુરેશભાઈ પરમાર, મનરેગા શાખા એપીઓ અરવિંદભાઈ પુરોહિત, પ્રવીણભાઈ સોલંકી એમઆઇએસ, મિશન મંગલમ પ્રકાશભાઈ સુવાતર હાજર રહ્યા હતા

સમગ્ર પ્રોગ્રામનું આયોજન આઈસીડીએસ ઘટક ભાભર સીડીપીઓ હંસાબેન પંડ્યા આકડા મદદનીશ ભાનુભાઈ પંડ્યા જુનિયર ક્લાર્ક વિનોદભાઈ ચૌધરી મુખ્ય સેવિકા કામિનીબેન વાઘેલા,એન એન એમ બ્લોક કો-ઓર્ડીનેટર કિશનભાઇ વાઘેલા ,પીએસસી ઇન્સ્ટ્રક્ટર સંગીતાબેન આસલ એ કર્યું હતું તેમજ ભાભર ઘટકના તમામ કાર્યકર બહેનો લાભાર્થીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

The Gujarat Live News અહેવાલ સુનિલભાઈ ગોજલાની ભાભર બનાસકાંઠા 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!