નવરાત્રિના પહેલા નોરતે સમગ્ર રાજ્યમાં ક્લબ, પાર્ટી પ્લોટ, શેરી ગરબા સહિત વિવિધ જગ્યાઓ પર ગરબા રમવા ખેલૈયાઓ પહોંચ્યા હતા. ત્યારે પહેલા નોરતાએ જ દાંડિયા અને ગરબાના શોખીનોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વાઈબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ 2025નું ઉદ્ઘાટન કર્યું હતું. સુરતની સુવર્ણ નવરાત્રિમાં અન્ય ધર્મના ઢોલી નીકળતા બજરંગ દળ લાલઘૂમ થયા હતા. જ્યારે વડોદરાના યુનાઈટેડ વે ગરબા ગ્રાઉન્ડમાં ખેલૈયાઓને કાદવ અને કીચડમાં ગરબા રમવા પડ્યા હતા. જેના કારણે લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. આ દરમિયાન લોકો દ્વારા રિફંડ રિફંડના નારા લગાવ્યા હતાં. રાજકોટમાં ઢોલ નગારા અને શરણાઈના તાલે સાથે મોહન મોરલી વગાડે જેવા ગીતો પર યુવાધન હિલોળે ચડ્યું હતું. કિંજલ દવેની રોકસ્ટાર જેવી તો ગીતા રબારીની પરીની સ્ટાઈલમાં એન્ટ્રી પર લોકો ફિદા થઈ ગયા હતા. તો ફાલ્ગુની પાઠક આવતાં જ ખેલૈયાઓ ગાંડા થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ એટલે કે, 22થી 28 સપ્ટેમ્બર સુધી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું વધુ જોર રહેશે. પરંતુ પહેલા નોરતે વરસાદ વિઘ્ન ન બનતાં ખેલૈયાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. મુખ્યમંત્રીએ વાઈબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ 2025નું ઉદ્ઘાટન કર્યું
અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે આયોજિત ‘વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ 2025’નું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું હતું. તેમણે મંત્રીઓ, મેયર અને ધારાસભ્યો સાથે મા અંબાની આરતી કરીને મહોત્સવની શરૂઆત કરી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે નવરાત્રિ હવે માત્ર શેરી ગરબા પૂરતી સીમિત નથી રહી, પરંતુ દેશ-વિદેશમાં પણ વિસ્તરી છે. આ મહોત્સવમાં ‘સિંદૂરનો ગરબો’ અને આહિર સમાજના ગરબા સહિત નવદુર્ગાના ગરબાએ લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. મુખ્યમંત્રીએ થીમ પેવેલિયન અને ફૂડ કોર્ટની પણ મુલાકાત લીધી હતી. મોડી રાત્રે ગરબા બાદ માણેકચોકમાં લોકોની ભારે ભીડ
નવરાત્રિના પ્રથમ દિવસે જ ખૈલેયાઓનો ગરબા રમવાનો ઉત્સાહ જોવા મળ્યો હતો, પરંતુ શહેરના SG હાઈવે, સિંધુ ભવન રોડ અને સરદાર પટેલ રિંગરોડ પર ટ્રાફિક જામની સમસ્યા પણ જોવા મળી હતી. આયોજકોએ પાર્ટી પ્લોટમાં પૂરી તૈયારીઓ કરી હતી, જેમ કે સુવર્ણ પાર્ટી પ્લોટમાં AC ડોમમાં સેલ્ફી પોઈન્ટ અને વિવિધ સ્ટોલ્સનું આયોજન. આ હોવા છતાં, પ્રથમ દિવસે 83 અરજીઓમાંથી માત્ર 73 ગરબા આયોજનને જ ફાયર NOC બાદ મંજૂરી મળી શકી હતી. મોડી રાત્રે ગરબા પૂર્ણ થયા બાદ માણેકચોકમાં ફૂડ આઉટલેટ્સ પર ભારે ભીડ જોવા મળી હતી, જ્યાં યુવાધને નાસ્તો કરીને દિવસનો અંત કર્યો હતો. અમદાવાદ શહેરની ગરબાની પળેપળની અપડેટ્સ મોહન મોરલી વગાડે જેવા ગીતો પર યુવાધન હિલોળે ચડ્યું
નવરાત્રિના પ્રથમ દિવસે રાજકોટના ગરબા ગ્રાઉન્ડ્સ પર ઉત્સાહ ચરમસીમાએ હતો. માધવરાય સિંધિયા ઇન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોજાયેલા ‘અબતક સુરભી રાસોત્સવ’માં સિંગર માર્ગી પટેલના સંગીત પર ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા. માર્ગી પટેલે પણ રાજકોટના ખેલૈયાઓના અનોખા ઉત્સાહની પ્રશંસા કરી. આ ઉપરાંત, આયોજિત લેસર અને ફાયર ક્રેકર શોએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. આ વર્ષે મંડલી ગરબાનો ક્રેઝ પણ ખાસ જોવા મળ્યો અને મોડી રાત્રે 12 વાગ્યા પછી પણ ખેલૈયાઓ ઢોલ-નગારાના તાલે ગરબાની મોજ માણતા જોવા મળ્યા. ગરબા પછી, લોકોએ રેસકોર્સ રિંગરોડ પરના નાઈટ માર્કેટમાં વિવિધ પ્રકારની વાનગીઓનો સ્વાદ માણીને આ દિવસની ઉજવણીને પૂર્ણ કરી હતી, જે દર્શાવે છે કે રાજકોટમાં નવરાત્રિ માત્ર ગરબા પૂરતી સીમિત નથી, પરંતુ સાંસ્કૃતિક, સામાજિક અને મનોરંજનનો પણ સંગમ છે. રાજકોટ શહેરની ગરબાની પળેપળની અપડેટ્સ સુરતની સુવર્ણ નવરાત્રિના અન્ય ધર્મના કલાકારોને જોઈ બજરંગ દળે લાલઘૂમ
નવરાત્રિનો પાવન પર્વ સુરત સહિત સમગ્ર રાજ્યમાં ઉત્સાહ અને શ્રદ્ધાથી શરૂ થયો. જોકે, પહેલા નોરતે ગ્રાઉન્ડ પર ખેલૈયાઓનું પ્રમાણ ઓછુ જોવા મળ્યું હતું તો બીજી તરફ વરસાદના કારણે ખોડલધામ સમિતિ આયોજિત ગરબા મૌકૂફ રાખવા પડ્યા હતા. આ સિવાય સુવર્ણ નવરાત્રિમાં અન્ય ધર્મના કલાકારો બજરંગ દળના નજરે પડતા આયોજકો અને કલાકારોને કાર્યકર્તાઓએ લાલઘૂમ થઈને ચેતવણી આપી અને ‘વિધર્મી મુક્ત નવરાત્રિ’માં સહયોગ આપવા પણ જણાવ્યું. જોકે, આ બધાની વચ્ચે શહેરમાં પરંપરા, આધુનિકતા અને નવતર પ્રયોગો સાથે નવરાત્રિની ધૂમ જોવા મળી હતી. સ્કેટિંગ ગરબા, હૂલા હૂપ ગરબા અને દેશભક્તિના રંગ સાથે ખેલૈયાઓ અનોખા અંદાજમાં નવરાત્રિનો આનંદ માણ્યો. સુરત શહેરની ગરબાની પળેપળની અપડેટ્સ વડોદરાના રાજમહેલ રોડ પર ભારે ટ્રાફિક જામ
વડોદરાના VNF ગરબા ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ઉમટી પડ્યા હતા જ્યાં ખેલૈયાઓને તિલક સાથે એન્ટ્રી આપવામાં આવી હતી. VNF ગરબા ગ્રાઉન્ડ ખાતે ગ્લેમ બોટ વીડિયોએ તેમજ ઓપરેશન સિંદૂરની ટીમ પર 360 સેલ્ફી સ્ટીકએ આકર્ષણ જમાવ્યું હતું. તો બીજી તરફ રાજમહેલ રોડ પર LVP ગરબા અને VNF ગરબા થાય છે. જેને પગલે ખેલૈયાઓ ગ્રાઉન્ડમાં જતા હોવાથી ભારે ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. જેને પગલે વાહનચાલકો અટવાયા હતા. સમતા વિસ્તારમાં શિશુ ગરબામાં બાળકો ગરબે ઘૂમ્યા હતા. યુનાઇટેડ વેમાં કાદવ કીચડમાં ખેલૈયાઓ ગરબે રમ્યા
ગુજરાતના સૌથી મોટો ગરબા વડોદરા યુનાઇટેડ વેમાં કાદવ કીચડમાં ખેલૈયાઓ ગરબે રમ્યા હતા. ખેલૈયાઓએ ભારે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, થર્ડ ક્લાસ આયોજન છે. જોકે, આયોજકોએ ખેલૈયાઓને રિફંડ આપવાની જાહેરાત કરી હતી. જ્યારે ખેલૈયાઓએ યુનાઈટેડ વેમાં અતુલ દાદાને પણ સાંભળવાની ના પાડી દીધી અને હાય હાય ના નારા લગાવ્યા હતા. આ ઉપરાંત રિફંડ રિફંડના નારા પણ લગાવ્યા હતા. જોકે, આ દરમિયાન એક મહિલાની તબિયત પણ લથડી હતી જેના કારણે તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વડોદરા શહેરની ગરબાની પળેપળની અપડેટ્સ નવરાત્રિના પહેલા નોરતાની નીચે પળેપળની અપડેટ્સ જુઓ…

http://Source permalink:https://www.divyabhaskar.co.in/local/gujarat/ahmedabad/news/gujarat-navratri-first-day-garba-live-update-135985609.html