
જામનગરની બે શૈક્ષણિક સંસ્થામાં ચકચારી બનાવ : નવાનગર સરકારી હાઈસ્કૂલમાં શિક્ષિકાએ બળજબરીથી છાત્રના વાળ કાપી નાખવાના બનાવમાં વાલી દ્વારા શિક્ષણાધિકારીને રજૂઆત
જામનગર, : જામનગરમાં બે શાળામાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓના બળજબરીથી વાળ કાપી નાખવાના બનાવે શિક્ષણ જગતમાં ચર્ચા જગાવી છે. શહેરના સ્વામિનારાયણ ગુરુકુળમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીના વાળ સ્પોર્ટસ ટીચરે બ્લેડથી કાપી નાખ્યા હતા. જ્યારે સરકારી નવાનગર હાઈસ્કૂલમાં ધોરણ-9ના વિદ્યાર્થીના આગળના વાળ એક શિક્ષિકાએ કાતર લઈને કાપી નાખ્યા હતા.આ બન્ને બનાવમાં વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા આજે જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ ફરિયાદ કરી પગલાંની માંગ કરાઇ છે.
