પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સરહદી રેન્જ ભુજ, કચ્છ તથા પોલીસ અધિક્ષકશ્રી બનાસકાંઠા પ્રશાંત સુંબેની સૂચના આધારે બનાસકાંઠા એલ.સી.બી. દ્વારા મોટી કિંમતનો દારૂનો જથ્થો પકડી પાડેલ.

પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.વી.દેસાઈ એલ.સી.બી.,પાલનપુર તથા એ.એસ.આઈ રાજેશકુમાર હરિભાઈ વિગેરે એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો દ્વારા “બનાસકાંઠા જિલ્લાના ઇતિહાસમાં સૌથી વધુ કિંમતનો દારૂનો જથ્થો *કિંમત રૂ.1,25,02,196/- તથા ટ્રેલર ગાડી તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત રૂપિયા 1,65,02,696/- નો મુદ્દામાલ એલ.સી.બી., દ્વારા શોધી કાઢી બનાસકાંઠા જીલ્લાના ઇતિહાસનો સૌથી વધુ કિંમતના દારૂના જથ્થાનો કેસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ બનાસકાંઠા દ્વારા શોધી કાઢવામાં આવેલ છે.
The Gujarat Live News
